મુખ્ય સમાચાર
News of Sunday, 20th June 2021

હરિયાણામાં 29 ગામ લોકો મહાપંચાયત બોલાવી :ખેડૂત આંદોલનનો વિરોધ કર્યો

હરિયાણાના શેરશાહ ગામમાં આજે 36 બિરાદરોની મહાપંચાયત યોજાઇ

નવી દિલ્હી : દિલ્હીની સીમા પર કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો વિરૂધ્ધ દિલ્હીના ગ્રામ્ય વિસ્તાર અને હરિયાણાના ગામોના ખેડૂતોએ એકત્રીત કરવાનું શરૂ કર્યું છે. રવિવારે દિલ્હી સહિત હરિયાણાને અડીને આવેલા ડઝનબંધ ગામોના ખેડૂતોએ ખેડૂત આંદોલન  સામે મહાપંચાયત કરી હતી.

લગભગ સાત મહિનાથી દિલ્હી સરહદ પર ધરણા કરી રહેલા ખેડૂતો સામે હવે ધીમે ધીમે અવાજ ઉઠી રહ્યો છે. હરિયાણાના શેરશાહ ગામમાં આજે 36 બિરાદરોની મહાપંચાયત  યોજાઇ. આ મહાપંચાયત ખેડૂત આંદોલનના વિરોધમાં યોજાઇ રહી છે. મહાપંચાયતમાં દિલ્હીના 12 અને હરિયાણાના 15 ગામોના લોકો શામેલ છે. શેરશાહ ગામ એ હરિયાણામાં સિંઘુ સરહદને અડીને આવેલું એક ગામ છે.આ મહાપંચાયતમાં ત્રણ માંગણીઓ કરવામાં આવી હતી.

હરિયાણામાં યોજાયેલી મહાપંચાયત દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે કે સીમા પર ખેડૂતોના અંદોલનથી હિંસામાં સતત વધારો થયો છે, છૂટાછવાયા બનાવોને બાદ કરતા, ઘણી વખત આજુબાજુના લોકો સાથે ઝઘડા થયા હોવાનું જોવા મળ્યું છે. તેમણે કહ્યું કે હિંસા તાત્કાલિક બંધ થવી જોઈએ અને બેરીકેટ દૂર કરવા જોઈએ.

હરિયાણામાં યોજાયેલી આ મહાપંચાયત ના સંગઠન સાથે સંકળાયેલા સંદીપે જણાવ્યું હતું કે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો લગભગ 7 મહિનાથી નેશનલ હાઈવે બ્લોક કરીને બેઠા છે. આને કારણે ગામના લોકો સિવાય સરહદી માર્ગો પર દુકાનદારો, આજુબાજુના ઔદ્યોગિક વિસ્તારના ફેક્ટરી માલિકો અને અન્ય ધંધા સાથે સંકળાયેલા લોકોના કામ-ધંધા ઠપ્પ થઇ ગયા છે. કોરોનાના પ્રથમ લોકડાઉન પછી, લોકો તેમના રોજગારના સ્થળ પર જવા લાગ્યા હતા ત્યાં જ ખેડૂતોએ ત્યાં પડાવ નાખી દીધો હતો.

(6:45 pm IST)