મુખ્ય સમાચાર
News of Sunday, 20th June 2021

તેલંગાણામાં લોકડાઉન હટાવાયું : કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય

કોરોના કેસોની સંખ્યા, પોઝિટીવિટીની ટકાવારીમાં મોટો ઘટાડો થયો હોવાનો મેડિકલ ઓથોરિટીના રિપોર્ટની ચકાસણી કર્યા બાદ નિર્ણય

તેલંગાણામાં લોકડાઉન હટાવાયું છે,ચીફ મિનિસ્ટર કે.ચંદ્રશેખર રાવ દ્વારા બોલાવેલી કેબિનેટની બેઠકમાં લોકડાઉન હટાવવાનો નિર્ણય લેવાયો હતો. સીએમઓની ઓફિસ દ્વારા ફેસબુક પર એવું જણાવાયું કે રાજ્ય સરકારે લોકડાઉન સંપૂર્ણપણે હટાવવાનો નિર્ણય કર્યો છે. કોરોના કેસોની સંખ્યા, પોઝિટીવિટીની ટકાવારીમાં મોટો ઘટાડો થયો હોવાનો મેડિકલ ઓથોરિટીના રિપોર્ટની ચકાસણી કર્યા બાદ તથા રાજ્યમાં કોરોના સંપૂર્ણપણે કાબમાં આવ્યો હોવાથી લોકડાઉન હટાવવાનો નિર્ણય લેવાયો છે.

(6:39 pm IST)