મુખ્ય સમાચાર
News of Sunday, 20th June 2021

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં અજાણ્યા બંદૂકધારીઓએ એક સ્કૂલ વાન પર ગોળીબાર કર્યો : 3 મહિલા શિક્ષકોની ગંભીર હાલત: ચાર મહિલા શિક્ષકો ઇજાગ્રસ્‍ત

બલુચિસ્તાન: બલુચિસ્તાનમાં ફાયરિંગની ઘટનામાં 3 મહિલા શિક્ષકોની હાલત ગંભીર છે. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

રવિવારે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં અજાણ્યા બંદૂકધારીઓએ એક સ્કૂલ વાન પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં વાનમાં સવાર ચાર મહિલા શિક્ષકો ઘાયલ થઈ હતી. તેમાંથી ત્રણની હાલત ગંભીર છે. પોલીસના જણાવ્યા અનુસાર હુમલો મસ્તાંગ શહેરમાં થયો હતો. અને આ મહિલાઓ સ્કૂલથી ઘરે પરત ફરી રહી હતી.

પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ ત્રણ મહિલા શિક્ષકોની હાલત ગંભીર છે. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. ગયા વર્ષે નવેમ્બરમાં બલુચિસ્તાન યુનિવર્સિટીના બે પ્રોફેસરોનું આ જ વિસ્તારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે, બાદમાં તેને મુક્ત કરવામાં આવ્યો હતો.

(2:37 pm IST)