મુખ્ય સમાચાર
News of Saturday, 19th June 2021

ગૃહમંત્રાલયે 31 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓનું લીસ્ટ જાહેર કર્યુ: મૌલાના મસૂદ અઝહર અને હાફિઝ મુહમ્મદ સઈદ સહિતના નામ

ઝાકીર ઉર રેહમાન લખવીના નામો 31 મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં સામેલ

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રાલયે 31 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓનું લીસ્ટ જાહેર કર્યુ છે.પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JEM) ના સ્થાપક મૌલાના મસૂદ અઝહર, લશ્કર-એ-તૈયબા (LET) ના સહ-સ્થાપક અને જમાત-ઉદ-દાવા (JUD) ના વડા હાફિઝ મુહમ્મદ સઈદ અને મુંબઇ હુમલાના મુખ્ય આરોપી ઝાકીર ઉર રેહમાન લખવીના નામો 31 મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં સામેલ છે.

ગૃહ મંત્રાલયની તાજેતરના અપડેટ કરેલ લીસ્ટમાં આ આતંકવાદીઓના નામનો ઉલ્લેખ છે, જે ભારત વિરુદ્ધ કાવતરાં કરનારાઓ ઉપરાંત દેશની આંતરિક સુરક્ષાની ડહોળવા માટે જવાબદાર છે.

(12:36 am IST)