મુખ્ય સમાચાર
News of Saturday, 19th June 2021

ફ્રીડમ ઓફ સ્પીચ અને ડેમોક્રસી,અમને શીખવાડવાની જરૂર નથી: કાયદામંત્રીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મને રોકડું પરખાવ્યું

વિદેશી કંપનીઓ ભારતમાં બિઝનેસ કરવા માટે આઝાદ છે પરંતુ દેશના કાયદાનું પાલન તો તેણે કરવું પડશે.

નવી દિલ્હી : કેન્દ્રીય  કાયદામંત્રી  મંત્રાલય રવિશંકર પ્રસાદે કહ્યુ કે, દેશ ટ્વિટરના ભરોસે ન ચાલે. ટ્વિટર હોય કે કોઈ અન્ય કંપની કાયદાનું પાલન તો કરવું પડશે. તેમણે કહ્યું કે, વિદેશી કંપનીઓ ભારતમાં બિઝનેસ કરવા માટે આઝાદ છે પરંતુ દેશના કાયદાનું પાલન તો તેણે કરવું પડશે.

કાયદામંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે ફ્રીડમ ઓફ સ્પીચ અને ડેમોક્રસી,અમને શીખવાડવાની જરૂર નથી

(12:24 am IST)