મુખ્ય સમાચાર
News of Thursday, 20th June 2019

જેટ એરવેઝની નાદારી પ્રક્રિયા શરૂ થશે એનસીએલટીએ બેંકોની અરજી સ્વીકારી

નવી દિલ્હી :બંધ થયેલી જેટ એરવેઝની સામે નાદારીની પ્રક્રિયા શરૂ થશે. નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ (એનસીએલટી) એ એસબીઆઇના નેતૃત્વ હેઠળના બેંકોની અરજી સ્વીકારી છે. આ પહેલા દિવસે બીએસઈમાં જેટ એરવેઝના શેર્સમાં 133 ટકાનો વધારો થયો હતો.નિફ્ટીમાં જેટના શેરમાં 122.21 ટકાનો વધારો થયો હતો.

   40.45 પોઇન્ટ ગેઇન પછી, જેટનો શેર 73.55 પર બંધ રહ્યો હતો. અગાઉ બુધવારે, જેટનો શેર 33.10 ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ સમયે, બીએસઈમાં તેનો શેર 93.35 ટકા વધીને રૂ .64 થયો હતો. કંપનીના શેરમાં ટ્રેડિંગ 28 જૂનથી અટકાવાશે. રોકાણકારો અપેક્ષા રાખે છે કે જેટ એરવેઝને એનસીએલટીમાં થોડી રાહત મળશે.

(10:12 pm IST)