મુખ્ય સમાચાર
News of Thursday, 20th June 2019

ઇરાને તેમના ક્ષેત્રમાં ઘૂસેલ અમેરિકને ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો

અમેરિકાની સેનાએ આ બાબતે કોઇપણ ટિપ્પણી કરવાની ના પાડી દીધી

નવી દિલ્હી : પરમાણુ સમજૂતિ બાબતે અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલ તણાવ વચ્ચે ઇરાને દાવો કર્યો છે કે, તેમણે એક અમેરિકન ડ્રોનને તોડી પાડ્યું છે. ઇરાને જણાવ્યું કે, ઇરાની સેનાએ એક અમેરિકન ડ્રોનને તોડી પાડ્યું છે.

  અમેરિકાની સેનાએ અત્યારે આ બાબતે કોઇપણ ટિપ્પણી કરવાની ના પાડી દીધી છે. કથિત રૂપે આરક્યૂ-4 ગ્લોબલ હૉક તોડી પાડવાના સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે અમેરિકાની સેનાએ ઇરાન પર આરોપ મૂક્યો હતો કે, ગયા અઠવાડિયે તેમણે ઓમાનની ખાડીમાં તેલનાં ટેન્કરોને નિશાન બનાવ્યાં હતાં. ત્યારબાદ અમેરિકાએ તેના પર મિસાઇલ હુમલો કર્યો હતો.

  અમેરિકાએ આરોપ મૂક્યો હતો કે, ઇરાને તેલ ટેન્કરો પર હુમલો કર્યો. જોકે આ વાત ઇરાને સ્વિકારી નથી. છેલ્લા એક વર્ષથી અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ઈરાન પાસેથી એક વર્ષ પહેલાં જ પરમાણુ સમજૂતિ પાછી લઈ લીધી હતી

. ઇરાને તાજેતરમાં જ કહ્યું છે કે, તે ઓછા સમૃદ્ધ યૂરેનિયમનું ઉત્પાદન વધારશે અને હથિયાર-ગ્રેડ સ્તરના સંવર્ધનને વધારવાની ધમકી આપી હતી. જેનાથી યૂરોપ પર 2015 ડીલ માટે દબાણ લાવી શકાય.

(1:04 pm IST)