મુખ્ય સમાચાર
News of Thursday, 20th June 2019

અમેરિકામાં વસતા વિદેશીઓને ગ્રીન કાર્ડ આપવા માટે દેશ દીઠ 7 ટકાની મર્યાદા હટાવાશે : ફેબ્રુઆરી માસમાં સેનેટમાં મુકાયેલા બિલમાં અમેરિકન કર્મચારીઓના રક્ષણ માટે અમુક સુધારા સૂચવતા રિપબ્લિકન સેનેટર માઈક લિ : ભારતીયોને ફાયદો થશે

વોશિંગટન : અમેરિકામાં વસતા વિદેશીઓને ગ્રીન કાર્ડ આપવા માટે દેશ દીઠ 7 ટકાની મર્યાદા દૂર કરવા સેનેટમાં ફેબ્રુઆરી માસમાં મુકાયેલા બિલમાં રિપબ્લિકન સેનેટર માઈક લિ એ અમુક  સુધારા વધારા સૂચવ્યા છે.જે મુજબ સ્પોન્સર કરનાર કંપનીએ વધુમાં વધુ 30 દિવસમાં વિઝા ધારકની વિગતો આપી દેવાની રહેશે તે માટેની ફાઇલિંગ ફી સ્પોન્સર કંપનીએ ભોગવવાની રહેશે ઉપરાંત અમેરિકન વર્કરના ભોગે વિદેશી નાગરિકને રાખી નહીં શકાય તેમજ વિદેશી નાગરિકને પણ અમેરિકન વર્કર જેટલું જ વળતર આપવાનું રહેશે

ઉલ્લેખનીય છે કે દર વર્ષે 1 લાખ 40 હજાર વિદેશી નાગરિકોને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે.તેમ છતાં દેશ દીઠ આ કાર્ડ માટેની મર્યાદા 7 ટકા હોવાથી અમુક દેશો કે જેના નાગરિકોની સંખ્યા વધુ છે.તેમના માટે બહુ લાંબો વેઇટિંગ પીરીઅડ રહે છે.તેથી આ 7 ટકાની મર્યાદા દૂર કરવાની આ બિલમાં જોગવાઈ છે.જેના પરિણામે ભારતીયોને વધુ ફાયદો થશે તેમનો ગ્રીન કાર્ડ મેળવવાનો વેઇટિંગ પીરીઅડ ઘટી જશે. જોકે તે બીજા કોઈ દેશોના ભોગે ન હોઈ શકે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:09 pm IST)