News of Wednesday, 20th June 2018
શ્રીનગર-જમ્મુ હાઇવે પર પોલીસ વાહન ઉપર આતંકી હુમલો : એક સુરક્ષા અધિકારી શહીદ; બે 2 ઘાયલ
ગલાંદર નજીક ન્યૂ બાઇપાસ પામ્પોરની પાસે આતંકવાદીઓએ પોલીસના વાહનને નિશાન બનાવ્યું
જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર- જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર ગલાંદર નજીક ન્યૂ બાઇપાસ પામ્પોરની પાસે આતંકવાદીઓએ પોલીસના વાહન પર હૂમલો કર્યો હતો જેમાં એક સુરક્ષા અધિકારી શહિદ થયા હતા, જ્યારે 2 ઘાયલ થયા હતા.
પોલીસનાં અનુસાર આતંકવાદીઓએ પંપોર વિસ્તારમાં ભારતીય રિઝર્વ પોલીસની 17મી બટાલિયનની ગાડીને નિશાન બનાવ્યું અને તેના પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો.
ઘાયલોને તુરંત જ સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. હૂમલાખોરોને પકડવા માટે અભિયાન ચાલુ કરી દેવામાં આવ્યું છે. પોલીસે આ ગાડીમાં પોલીસ કર્મચારીઓ બેઠેલા હતા. આતંકવાદી હૂમલામાં 3 પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા, જેમાં એક પોલીસ અધિકારી શહીદ થયા હતા અને 2 અન્ય પોલીસ જવાનો ઘાયલ થયા હતા.
(11:51 pm IST)