મુખ્ય સમાચાર
News of Wednesday, 20th June 2018

રેલવે કર્મચારીને નવા હેલ્થ હાર્ડ અપાશે

રેશનકાર્ડ જેવી હાલની બુકલેટના સ્થાને આધુનિક ક્રેડિટ કાર્ટ જેવા રૂપરંગ : દરેક હેલ્થ કાર્ડમાં યુનિક આઇ.ડી. નંબર અને તેના પર કર્મિ, નિવૃત્ત, આશ્રીતની કલર ટેગ

નવી દિલ્હી તા. ૨૦ : ભારતીય રેલવે પોતાના કર્મચારીઓને તેમજ નિવૃત્ત કર્મચારીઓને ચિકિત્સા માટે મેડિકલ કાર્ડ આપતી હતી પણ તેમાં વહીવટી મુશ્કેલી જણાતા હવે ક્રેડીટ કાર્ડ જેવા જ હેલ્થ કાર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં 'યુનિક ઓલ ઇન્ડિયા નંબર' નાંખવામાં આવશે.

હાલ અપાતા મેડિકલ કાર્ડ, ઝોનલ ઓફિસ દ્વારા આપવામાં આવેલ છે જે બુકલેટ જેવા આપણા રેશનકાર્ડ જેવા હોય છે. હવે તેના સ્થાને રેલવેના દરેક કર્મી તેમજ તેમના આશ્રીતોને યુનિક આઇડેન્ટીટી નંબર સાથેના ઓળખકાર્ડ અપાશે તેમ બોર્ડે તેમના કાર્યાલયોને કરેલા હુકમમાં કહ્યું છે. વળી કાર્ડ લાંબો સમય જળવાઇ રહે તેવા પ્લાસ્ટીક બેઝડ કાર્ડ હશે. જેનું કદ ક્રેડીટ - ડેબીટકાર્ડ જેવડું હશે.

દરેક કાર્ડના ઉપરના હિસ્સે રંગીન સ્ટ્રીપ હશે. જેના આધારે કાર્ડધારક સંસ્થામાં કઇ કેટેગરીમાં છે તે નક્કી થશે. તે નોકરીમાં ચાલુ છે કે નિવૃત્ત છે કે આશ્રીત છે તે સ્ટ્રીપના રંગ પરથી નક્કી કરવા માટે સ્ટ્રીપના રંગ અલગ રાખવા નિર્ણય લેવાયો છે.

ઓર્ડરમાં જણાવાયું છે કે, ૧૫ વર્ષ સુધીના કાર્ડ હોલ્ડરને પાંચ વર્ષની મુદ્દતનું કાર્ડ અપાશે જે પાંચ વર્ષ બાદ તેમને રિન્યુ કરાવવાનું રહેશે જે તેને ૪૦ વર્ષની વયે પહોંચે ત્યારે ફરી રિન્યુ કરાવવાનું રહેશે.

ત્યારબાદ નિવૃત્તિની વયે કાર્ડ રિન્યુ કરતી વેળા તેને આપોઆપ નિવૃત્તિનું કાર્ડ મળી જશે. હાલ રેલવેના ૧૩ લાખ કર્મચારીઓ છે. તેટલા જ પેન્શનર્સ છે. જ્યારે તેમના આશ્રીતોની સંખ્યા તેનાથી પણ વધુ છે. તેમને આ કાર્ડનો લાભ મળી શકશે.

(3:20 pm IST)