મુખ્ય સમાચાર
News of Wednesday, 20th June 2018

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાંથી અમેરિકા બહાર નીકળી ગયું

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ(યુએનએચઆરસી)માંથી અમેરિકા બહાર નીકળી ગયું છે અમેરિકન વિદેશમંત્રી માઇક પૉમ્પિયો અને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાનાં રાજદૂત નિક્કી હેલીએ એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતાં આ જાહેરાત કરી હતી આ જાહેરાતને પગલે પરિષદના પ્રમુખ ઝેદ બિન રાદ અલ-હુસૈને જણાવ્યું છે કે અમેરિકાએ માનવાધિકારનું રક્ષણ કરવામાં પાછળ ના હટવું જોઈએ.

   હેલીએ જણાવ્યું, ''જ્યારે કથિત માનવાધિકાર પરિષદ વેનેઝૂએલા અને ઇરાનમાં થઈ રહેલા માનવાધિકારના ઉલ્લંઘન અંગે કંઈ ના બોલી શકે અને કૉંગો જેવા દેશોને નવા સભ્ય તરીકે આવકારે, ત્યારે તે માનવાધિકાર પરિષદ તરીકે ઓળખાવાનો અધિકાર ગુમાવી દે છે.

હેલીએ ગત વર્ષે પણ યુએનએચઆરસી પર 'ઇઝરાયેલ વિરુદ્ધ કિન્નાખોર અને ભેદભાવથી ગ્રસ્ત' હોવાનો આરોપ લગાવ્યો હતો.તે વખતે તેમણે એવું પણ કહ્યું હતું કે અમેરિકા પરિષદમાં પોતાનાં સભ્યપદની સમીક્ષા કરશે.

(12:34 pm IST)