મુખ્ય સમાચાર
News of Wednesday, 20th June 2018

ભાગેડુ વિજય માલ્યાની મુશ્કેલી વધી ;ઇડીએ નવી ચાર્જશીટ દાખલ કરી

માલ્યા ઉપરાંત તેની સાથે સંકળાયેલ કંપનીઓ કિંગફિશર એરલાઈન્સ અને યુનાઈટેડ બ્રેવરેઝ હોલ્ડિંગ્સનુ નામ પણ ચાર્જશીટમાં સામેલ

 

નવી દિલ્હી :ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાની મુશ્કેલીઓમાં વધારો થયો છે  ભાગેડુ આર્થિક આરોપી વિજય માલ્યા સામે ઈડીએ મની લોન્ડરીંગ મામલે નવી ચાર્જશીટ દાખલ કરી છે. માલ્યા ઉપરાંત તેની સાથે સંકળાયેલી બે અન્ય કંપનીઓ કિંગફિશર એરલાઈન્સ અને યુનાઈટેડ બ્રેવરેઝ હોલ્ડિંગ્સનુ નામ પણ ચાર્જશીટમાં સામેલ છે.

  ચાર્જશીટમાં વાતનો ઉલ્લેખ કરાયો છે કે વિજય માલ્યાએ કેવી રીતે શેલ કંપની અને તેના ડમી ડાયરેક્ટર્સની મદદથી રુપિયાની હેરાફેરી કરી. સાથે તેણે કંપનીઓના નામ પર પ્રોપર્ટી પણ મેળવી હતી. માલ્યા કથિત રીતે રુપિયાને વિદેશ લઈ ગયા. ચાર્જશીટ મુજબ માલ્યાની કંપની કિંગફિશરે ઘણી કંપનીઓ પાસેથી લીઝ પર ફ્લાઈટ્ પણ લીધી હતી.

  ચાર્જશીટ અનુસાર માલ્યાએ લંડનમાં રજિસ્ટર પોતાની પ્રાઈવેટ કંપની ફોર્સ ઈન્ડિયા ફોર્મ્યુલા ટીમ અને પોતાની આઈપીએલલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ઉપોયગ મની લોન્ડરીંગ માટે કર્યો હતો. તેણે ૨૫૫ કરોડ બેંક મની યુકેમાં ટ્રાંસફર કર્યા બાદ પૈસા તેના ફોર્મ્યુલા ટીમના એકાઉન્ટમાં એડવર્ટાઈઝિંગ અને પ્રમોશનલ એક્સપેન્ડિયરના નામે ટ્રાન્સફર કર્યા હતા. ૨૦૦૮માં માલ્યાએ કિંગફિશર એરલાઈન્સના ખાતામાંથી ૧૫. કરોડ રુપિયાની લોનની રકમ પણ ઉપાડી લીધી હતી અને તેને પોતાની આઈપીએલ ટીમ આરસીબીના ખાતામાં ટ્રાંસફર કરી હતી.

(12:00 am IST)