મુખ્ય સમાચાર
News of Friday, 20th May 2022

પેગાસસ જાસૂસી કાંડ : સુપ્રીમ કોર્ટે તપાસ રિપોર્ટ સબમિટ કરવા માટે સમય લંબાવ્યો : અંતિમ અહેવાલ 20 જૂને રજૂ કરવા મંજૂરી આપી : પત્રકારો અને નિષ્ણાતો સાથેની વાતચીત સિવાય 29 મોબાઈલ ઉપકરણોની તપાસ પૂર્ણ

ન્યુદિલ્હી : પેગાસસ જાસૂસી કાંડ મામલે પૂર્વ SC ન્યાયાધીશ આરવી રવિન્દ્રનની આગેવાની હેઠળની સમિતિએ સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે કેટલાક પત્રકારો અને નિષ્ણાતો સાથેની વાતચીત સિવાય 29 મોબાઈલ ઉપકરણોની તપાસ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે તેની તપાસ પૂર્ણ કરવા અને પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરીને પત્રકારો, કાર્યકરો અને રાજકારણીઓના લક્ષ્યાંકિત દેખરેખના આરોપો પર અહેવાલ સબમિટ કરવા માટે કોર્ટ દ્વારા નિયુક્ત તકનીકી સમિતિને આપવામાં આવેલ સમયને લંબાવ્યો હતો.

ટેકનિકલ કમિટી મેના અંત સુધીમાં પેગાસસ દેખરેખ પેનલને તેનો અહેવાલ સુપરત કરે તેવી અપેક્ષા છે, જેના પગલે અંતિમ અહેવાલ 20 જૂને સર્વોચ્ચ અદાલતમાં સબમિટ કરવામાં આવશે.તેવું ઈ.એ.દ્વારા જાણવા મળે છે.

(12:46 pm IST)