મુખ્ય સમાચાર
News of Monday, 20th May 2019

હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવામાં એમેઝોન પછી હવે Wayfair મેદાનમાંઃ સાદડી સહિત બાથરૃમમાં વપરાતી ચીજો ઉપર ગણેશ તથા શિવજીના ફોટાઓ મુકયા

વોશીંગ્ટનઃ ઘર વપરાશની ચીજો જેવીકે સાદડી તથા બાથરૃમમાં વપરાતી વસ્તુઓમાં હિન્દુઓના આરાધ્ય દેવ ગણેશ તથા શિવજીના ફોટાઓ મુકવા બદલ ઇકંપની એમેઝોન બાદ હવે વેફેર વિરૃધ્ધ પણ આક્રોશ ફુટી નીકળ્યો છે.

યુ.એસ.ના બોસ્ટન સ્થિત આ કંપનીની વેબસાઇટ ઉપર ૩૮ ડોલરની કિંમત સાથે દર્શાવાતી ''એશિઅન ફેઇસ ઓફ એલિફન્ટ લોર્ડ બાથ રગ'' લખાણ સાથે બાથરૃમમાં વપરાતી સાદડીઓ દર્શાવાઇ છે. જેમાં હિન્દુઓના આરાધ્ય દેવ ગણેશ તેમજ શિવજીના ચિત્રો દર્શાવાયા છે.

આ અગાઉ પણ પાથરલાક કે જાજમ ઉપર કે ર જાઇ ઉપર હિન્દુ દેવી દેવતાઓના ચિત્રો મુકવા બદલ વેફેર વિરૃધ્ધ ફરિયાદો થઇ હતી. પરિણામે ગયા વર્ષે તેમણે આવા ઉત્પાદનો પાછા ખેંચી માફી માંગી હતી.

ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહમાં આવી ચીજો વેચવા બદલ એમેઝોન વિરૃધ્ધ પિટીશન ફાઇલ થઇ છે. જે માટે ૧ લાખ ૫૬ હજાર સહીઓ સાથે આવેદન આપી માફી માંગવાની માંગણી કરાઇ છે.

(6:54 pm IST)