મુખ્ય સમાચાર
News of Monday, 20th May 2019

કૈલાશ માનસરોવર જવાનો માર્ગ-ભારતીય વિસ્‍તારને વૈશ્વિક વારસાની યાદીમાં સામેલ કરવાનો પ્રસ્તાવ

નવી દિલ્હીઃ કૈલાશ માનસરોવર જવાના માર્ગ અને પવિત્ર ક્ષેત્રમાં ભારતીય વિસ્તારને વૈશ્વિક વારસા (World Heritage)ની યાદીમાં સામેલ કરવાનો પ્રસ્તાવ યુનેસ્કોને મોકલવામાં આવ્યો છે, જેને સંયુક્ત રાષ્ટ્રની સમિતીએ પોતાની મંજૂરી અંગેની ચર્ચા માટેની અંતિમ યાદીમાં સામેલ કરી લીધો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના એક અધિકારીએ જણાવ્યું કે, યુનેસ્કોને 15 એપ્રિલ, 2019ના રોજ પ્રસ્તાવ સોંપવામાં આવ્યો છે.

અંતિમ યાદીમાં સ્થાન મળી ગયા પછી નિયમાનુસાર વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર થયા પછી એક મુખ્ય પ્રસ્તાવ બનાવીને યુનેસ્કોને મોકલવામાં આવે છે. ત્યાર પછી તેમાં સામેલ સ્થળોને વૈશ્વિક વારસાનો દરજ્જો આપવાની કાર્યવાહી પૂરી કરવામાં આવે છે. કૈલાશ માનસરોવર જવા માટેની કુલ યાત્રાનો માર્ગ 1433 કિમી છે. કૈલાશ યાત્રા માટે બારતમાં પરંપરાગત માર્ગ ભ્રહ્મદેવ (ટનકપૂર)થી શરૂ થઈને સેનાપતિ, ચંપાવત, રામેશ્વર, ગંગોલીહાટ અને પિથોરાઘાટ થઈને લિપુલેખસુધી જાય છે.

સમગ્ર વિસ્તારમાં અસંખ્ય વન્યજીવ અભયારણ્ય અને જૈવસૃષ્ટિ રિઝર્વ જેવા સંરક્ષિત વિસ્તારો આવે છે. ઉપરાંત, અનેક હિન્દુ તીર્થ અને બૌદ્ધ તીર્થસ્થળ પણ માર્ગમાં આવે છે, જે તેને વધુ મહત્વપૂર્ણ બનાવે છે.

યાત્રા દરમિયાન મોટાભાગે હવામાન પ્રતિકૂળ હોય છે. તેમ છતાં ખાડા-ટેકરાવાળા રસ્તામાં ચાલતા 19,500 ફૂટની ચઢાઈ દરમિયાન શ્રદ્ધાળુઓનો ઉત્સાહ અનેરો હોય છે. ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ માટે ઓળખાતી કૈલાશ યાત્રાનું આયોજન વિદેશ મંત્રાલય દ્વારા દર વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન બે જુદા-જુદા માર્ગો - લિપુલેખ દર્રા(ઉત્તરાખંડ) અને નાથુ લા દર્રા (સિક્કિમ)થી કરે છે.

પવિત્ર કૈલાશ જમીન વિસ્તાર ભારત, ચીન અને નેપાળનો સંયુક્ત વારસો છે. જેને યુનેસ્કોનો સંરક્ષિત વૈશ્વિક વારસાનો દરજ્જો અપાવા માટે ચીન અને નેપાળ પહેલા પોતાનો પ્રસ્તાવ યુનેસ્કોને મોકલી ચૂક્યા છે.

પવિત્ર વિસ્તારના દાયરામાં ભારતનો 6,836 ચોરસ કિમી વિસ્તાર આવે છે. વિસ્તારમાં ચાર નદીઓ પણ આવે છે, જેના નામ છે પનાર સરયુ, સરયુ રામગંગા, ગોરી કાલી અને ધોલીકાલી છે. વિસ્તારની મુખ્ય બોલી કુમાઉની, બેયાન્સે, ભોંટિયા, હુનિયા, હિન્દી અને નેપાળી છે.

વિસ્તાર ધાર્મિક અને આધ્યમિક વિસ્તાર તરીકે નહીં પરંતુ હિમાલયની પારિસ્થિતિકી અને જૈવ વિવિધતાનું મુખ્ય સ્થાન છે. અહીં લગભગ 1200 પ્રકારની પાદાપ પ્રજાતિઓ, 38 પ્રકારના સ્તનધારી પ્રાણીઓ, 191 પ્રકારના પક્ષીઓની પ્રજાતિઓ તથા લગભગ 90 પ્રકારની માછલીઓની પ્રજાતિ જોવા મળે છે.

(5:15 pm IST)