મુખ્ય સમાચાર
News of Monday, 20th May 2019

સોશ્યલ મીડિયાના ગેરઉપયોગની ૯૦૦ અને પેઇડ ન્યૂઝના ૬૫૦ બનાવ

નવી દિલ્હી તા. ૨૦ : ભારતીય ચૂંટણી પંચે જણાવ્યું કે, લોકસભા ચૂંટણી ૨૦૧૯ દરમિયાન પેઈડ ન્યુઝના ૬૪૭ કેસ જોવા મળ્યા છે, જયારે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પરથી ૯૦૯ પોસ્ટને દૂર કરવામાં આવી હતી. સાત તબક્કામાં ૮૪ દિવસ સુધી યોજાયેલી લોકસભા ચૂંટણી-૨૦૧૯  પુરી ચુકી છે. હવે ૨૩ મેનાં રોજ પરિણા જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પેઈડ ન્યૂઝના કુલ કેસમાં ૫૭ કેસ સાતમા તબક્કાના મતદાન દરમિયાન જોવા મળ્યા. છઠ્ઠા તબક્કામાં ૧, પાંચમાં તબક્કામાં ૮, ચોથા તબક્કામાં ૧૩૬, ત્રીજા તબક્કામાં ૫૨, બીજા તબક્કામાં ૫૧ કેસ જોવા મળ્યા હતા. પ્રથમ તબક્કામાં પેઈડ ન્યૂઝના સૌથી ૩૪૨ કેસ જોવા મળ્યા હતા. પંચે જણાવ્યું કે, ૨૦૧૪દ્ગક લોકસભા ચૂંટણીમાં પેઈડ ન્યૂઝના ૧,૨૯૭ કેસ જોવા મળ્યા હતા, જે સૌથી ખરાબ સ્થિતી હતી.

ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી ૨૦૧૯જ્રાક્નત્ન સૌ પ્રથમ વખત સોશિયલ મીડિયા માટે ઐચ્છિત આચારસંહિતા લાગુ કરવામાં આવી. આ સાથે જ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર નજર રાખવા માટે તમામ ચૂંટણી ક્ષેત્રોમાં વિશેષજ્ઞો અને નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરી હતી.

ચૂંટણી પંચે જણાવ્યું કે, લોકસભા ચૂંટણી ૨૦૧૯ દરમિયાન સોશિયલ મીડિયાના જાણીતા પ્લેટફોર્મ એવા ફેસબૂક પરથી ૬૫૦ પોસ્ટ, ટ્વિટર પરથી ૨૨૦, શેરચેટમાંથી ૩૧, ગૂગલમાંથી ૫ અને વ્હોટ્સએપમાંથી ૩ પોસ્ટને દૂર કરવામાં આવી હતી.

ભારતમાં ૨૦૧૪ની લોકસભા ચૂંટણીથી સોશિયલ મીડિયાનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવાની શરૂઆત થઈ હતી. વર્તમાન લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ફેબ્રુઆરીથી અત્યાર સુધી વિવિધ રાજકીય પક્ષો દ્વારા ફેસબુક અને ગૂગલ જેવા ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રચાર પાછળ રૂ.૫૩ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પાર્ટીની જાહેરાતો પાછળ દેશના વિવિધ રાજકીય પક્ષોએ ૨૬.૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે.

(4:13 pm IST)