મુખ્ય સમાચાર
News of Monday, 20th May 2019

કેરળમાં ભાજપનું ખાતુ પ્રથમવાર ખૂલશેઃ શશી થરૂરને ઝાટકો લાગશે

એબીપી-નીલ્સનનો એકઝીટ પોલ

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીનાં અંતિમ તબકકાનું મતદાન પુરૂ થતાં જ એકઝીટ પોલ આવવાના શરૂ થઇ ગયા છે. એબીપી નીલ્સન અનુસાર આ વખતની ચૂંટણીમાં ભાજપા કેરળમાં પોતાનું ખાતું ખોલી શકે  છે. કેરળમાં લોકસભાની ર૦ બેઠકો છે. અત્યાર સુધી કેરળમાં ભાજપાને કયારેય લોકસભા બેઠક નથી મળી પણ આ વખતે તે એક બેઠક જીતી શકે છે., કોંગ્રેસને ૧પ થી ૧૬ અને ડાબેરીઓ ર બેઠકો જીતી શકશે.ભાજપા જે સીટ પર જીતવાનું અનુમાન થઇ રહ્યું છે તે તીરૂવનંતપુરમની બેઠક મનાઇ રહી છે. આ બેઠક પર ર૦૧૪ માં પણ શશી થરૂર ભાજપા ઉમેદવાર સામે ઓછા માર્જીનથી જીત્યા હતાં.

ભાજપાએ આ વખતે શશી થરૂર સામે મિજોરમના રાજયપાલ પદેથી રાજીનામું આપનાર રાજશેખરનને મેદાનમાં ઉતાર્યા છે. જયારે એલ.ડી.એફ.ના દિવાકરન પણ અહીં મેદાનમાં છે.તિરૂવનંતપુરને આ ચૂંટણીમાં મતદાનનો રેકોર્ડ તોડીને ૭૩.૩૭ ટકા મતદાન કર્યુ હતું. આ પહેલા ૧૯૮૯ માં થયેલ ચૂંટણીમાં અહીં ૭૦ ટકાથી વધારે મતદાન થયું હતું.

(4:10 pm IST)