મુખ્ય સમાચાર
News of Monday, 20th May 2019

એકઝીટ પોલ આવતા જ હિલચાલ શરૃઃ એનડીએ નેતાઓની મીટીંગ આવતીકાલે મળશે

ગઠબંધનના બધા નેતાઓને દિલ્હી આવવાનું તેડુ

નવી દિલ્હી, તા. ૨૦ :. એકઝીટ પોલ આવતા જ રાજકીય ગલીયારામાં હીલચાલ શરૂ થઈ ગઈ છે. હવે એનડીએના નેતાઓ ૨૧મીએ મીટીંગ કરવાના છે. આ મીટીંગ માટે બધાને દિલ્હી બોલાવી લેવાયા છે. માનવામાં આવે છે કે, ૨૩ મે એ આવનારા પરિણામોને ધ્યાનમાં રાખીને આગળની રણનીતિ નક્કી કરવા અને સરકાર બનાવવા માટે શું પગલા લેવા તે બેઠકમાં નક્કી કરાશે. જો કે આ બેઠકની અધ્યક્ષતા કોણ કરશે ? તે માહિતી નથી મળી.

એકઝીટ પોલના પરિણામોમાં એનડીએ આગળ હોવાનું જણાય છે. લોકસભા ચૂંટણીમાં એનડીએને ૩૩૬ અને યુપીએને ૮૨ બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે અન્યને ૧૨૪ બેઠકો મળી શકે છે. એનડીએનો વોટ શેર ૪૮.૫ અને યુપીએ ૨૫ ટકા દર્શાવાઈ રહ્યો છે. જ્યારે એમ પણ જણાવાઈ રહ્યુ છે કે જે ત્રણ રાજ્યોમાં કોંગ્રેસે ભાજપાના હાથમાંથી સત્તા છીનવી હતી ત્યાં પણ ભાજપા ફરી એકવાર આગળ છે.

એકઝીટ પોલ દેખાતી સફળતાના કારણે હવે ભાજપાને સરકાર બનશે તેવો વિશ્વાસ આવી ગયો છે, એટલે જ ૨૧ મે એ બોલાવવામાં આવેલી બેઠકમાં સરકાર બનાવવા અંગે ચર્ચા થશે. જેમાં એનડીએમાં સામેલ બીજા પક્ષોના નેતાઓ સાથે ભાવિ રણનીતિ નક્કી કરવામાં આવશે.

(3:55 pm IST)