મુખ્ય સમાચાર
News of Monday, 20th May 2019

ભાવિ રણનીતિ ઘડાશે

એકિઝટ પોલ આવતા જ રાજકીય ગરમાવો, NDA એ બોલાવી બેઠક

નવી દિલ્હી, તા.૨૦: એકિઝટ પોલ આવતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. હવે એનડીએના લીડર્સ ૨૧મીએ બેઠક કરશે, આ બેઠક માટે તમામ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ૨૩ મેએ આવનારા પરિણામને ધ્યાને રાખી આગળની રણનીતિ પર વાત કરવામાં આવશે. જો કે બેઠકની આગેવાની કોણ કરશે તે હાલ જાણવા મળ્યું નથી.

એકિઝટ પોલના પરિણામમાં એનડીએને રેકોર્ડબ્રેક જીત મળી રહી છે, અનુમાન છે કે લોકસભા ચૂંટણી ૨૦૧૯ના પરિણામમાં ૩૩૬ સીટ મળી શકે છે. તો યુપીએ માત્ર ૮૨ સીટ પર જ સમેટાઇ જશે. અન્યને ૧૨૪ સીટ પર જીત મળવાની આશા છે. જયાં એનડીએને કુલ શેર અંદાજે ૪૮.૫ ટકા રહેવાની આશા છે. યુપીએને ૨૫ ટકા પર જ સંતોશ માનવો પડશે.

કહેવામાં આવી રહ્યું છે કે એકિઝટ પોલ પર દેખાઇ રહેલી સફળતાને લઇને હવે ભાજપને સરકાર બનાવવાનો વિશ્વાસ આવી ગયો છે. આ કારણે હવે ૨૧ મેએ બોલાવવામાં આવેલી બેઠકમાં સરકાર બનાવવાને લઇને ચર્ચા થઇ શકે છે. આ દરમિયાન NDAમાં સામેલ અન્ય દળના નેતાઓની સાથે ભવિષ્યની રણનીતિ નક્કી કરવામાં આવશે.

(11:44 am IST)