મુખ્ય સમાચાર
News of Monday, 20th May 2019

મતદાન પૂરૂ થયા પછી પ. બંગાળમાં નરસંહાર શરૂ થવાની ભીતિ છે

કેન્દ્રીય સુરક્ષાદળ તૈનાત રાખવા નિર્મલા સિતારમણની માંગણી

નવી દિલ્હી : ભાજપના ઓફીશ્યલ ટ્વીટર એકાઉન્ટ @bjp4india ઉપર સંરક્ષણમંત્રી નિર્મલા સિતારમણ c@nsitharamanએ ટ્વીટ મૂકી પશ્ચિમ બંગાળમાં ગંભીર સ્થિતિ સર્જાવાની ભીતિ દર્શાવી છે. તેમણે લખ્યુ છે કે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી પહેલેથી જ ઈંચ-ઈંચ બદલો લેવાની વાત કરતી રહી છે ત્યારે અમને ડર છે કે મતદાન પૂરૂ થયા પછી અહિં (પશ્ચિમ બંગાળમાં) ટીએમસી (તૃણમુલ કોંગ્રેસ) દ્વારા નરસંહાર શરૂ થઈ ન જાય. આથી અમારી માગણી છે કે આદર્શ આચારસંહિતા લાગુ રહે ત્યાં સુધી કેન્દ્રીય સુરક્ષાદળ (સીઆરપીએફ) પશ્ચિમ બંગાળમાં તૈનાત રહે. સંરક્ષણ મંત્રીની આ ભીતિ દર્શાવતા ટ્વીટથી મોટો ખળભળાટ સર્જાયો છે.

તાજેતરમાં જ કોલકતા ખાતે શ્રી અમિતભાઈ શાહની રેલીમાં ભારે હિંસા સર્જાયેલ અને સીઆરપીએફના ૨૫ કમાન્ડોની સુરક્ષાને લીધે અમિતભાઈ ત્યાંથી સહી સલામત નીકળી શકેલ.

(11:28 am IST)