મુખ્ય સમાચાર
News of Monday, 20th May 2019

ભાજપની સતામાં વાપસી કહેવું ઉતાવળ હશે : આ માત્ર વલણ :દેશના 95 ટકા એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે :મણિશંકર અય્યર

ચૂંટણી પંચના કેટલાય નિર્ણયો પર સહમત થવું મુશ્કેલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ બળાપો કાઢ્યો

નવી દિલ્હી :કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે એક્ઝિટ પોલ અંગે કહ્યું કે એવું કહેવું ઉતાવળ હશે કે બીજેપી સત્તામાં પરત આવી રહી છે.આ માત્ર વલણ જ છે. હજુ ઘણો સમય લાગશે તેને સમજવા માટે કે એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે. કાલે જ મને કોઈ વિદેશી પત્રકાર કહી રહ્યા હતા કે ભારતમાં લગભગ 95 ટકા એક્ઝિટ પોલના રિઝલ્ટ ખોટો પુરવાર થાય છે. તેથી હું તેની પર વધુ નિર્ભર નથી રહેતો. સારું એ રહેશે કે આ ચૂંટણી દરમિયાન જે જાણકારી મળી છે તેના આધારે આપણે વાત કરીએ.

 મણિશંકર અય્યરને જ્યારે પૂછવામાં આવ્યું કે ચૂંટણી દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચની પાસે અનેક ફરિયાદો લઈને તમે લોકો ગયા હતા, શું તે તમામ નિર્ણયો પર આપ સહમત છો? તેની પર મણિશંકર અય્યરનો જવાબ હતો, મને લાગે છે કે તે નિર્ણયો પર સહમત થવું મુશ્કેલ છે, કારણ કે તેમના એક મેમ્બર લવાસા સાહેબ એક અલગ રાગ ગાઈ રહ્યા છે. તેને રેકોર્ડ પર લાવવા સામે શું વાંધો છે? જો આવું કરવામાં આવશે તો અમે લોકો જે બહારના લોકો છે તેનું કારણ જાણી સહમત થઈશું. મને સમજમાં નથી આવી રહ્યું કે તેને કેમ સામે નથી લાવવામાં આવી રહ્યું, જેનાથી અમ લોકોને સંદેહ થઈ રહ્યો છે.

 

મણિશંકર અય્યરને જ્યારે એ પૂછવામાં આવ્યું કે, એક દિવસ પહેલા જો વડાપ્રધાન મોદી કેદારનાથ જાય છે તો તમને કેવા પ્રકારનું લાગી રહ્યું છે કે આચાર સંહિતાનું ઉલ્લંઘન છે? તેની પર અય્યરે કહ્યું કે, જો મને લાગે કે કંઈક ખોટું થઈ રહ્યું છે તો જેમ ક્રિકેટમાં એક અમ્પાયર હોય છે જે સાચો નિર્ણય આપે છે, તેના પ્રત્યે ખૂબ આદર હોય છે, પરંતુ તેના નિર્ણયથી અનેક સંદેહ ઊભા કરવામાં આવ્યા છે અને અમે આશા રાખીએ છીએ કે તે સંદેહને દૂર કરવો જોઈએ.

(12:00 am IST)