મુખ્ય સમાચાર
News of Monday, 20th May 2019

લેટિન અમેરિકા, આફ્રિકાથી મોટો ફાયદો થશે : ટીસીએસ

જુદા જુદા દેશોમાં બજારને વિસ્તૃત કરવા પર ધ્યાન : ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુરોપ અને જાપાનમાંથી ફાયદો

નવીદિલ્હી, તા. ૧૯ : દેશની સૌથી મોટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપની ટીસીએસને આવનાર સમયમાં લેટિન અમેરિકા, ભારત અને આફ્રિકી બજારોમાં ઉલ્લેખનીય વૃદ્ધિ મળવાની આસા દેખાઈ રહી છે. ટીસીએસે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પોતાના વાર્ષિક રિપોર્ટમાં વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું છે કે, નવી સેવાઓ, પ્રોડક્ટ અને પ્લેટફોર્મને રજૂ કરવાથી યુરોપ, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા મોટા બજારમાં વિસ્તાર થઇ શકશે. ટીસીએસના કારોબાર અને ટેકનોલોજી સેવાઓના વૈશ્વિક મામલાઓના પ્રમુખ કૃષ્ણન રામાનૂજનું કહેવું છે કે, અમારા સૌથી મોટા બજારોમાં પણ અમારી હિસ્સેદારી ૧ આંકડામાં રહેલી છે. અમે યુરોપ, જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા બજારોમાં પોતાના આધારની સ્થિતિને મજબૂત બનાવી રહ્યા છે. આ બજારોમાં વિસ્તારથી આવનાર વર્ષોમાં ગતિ વધારે તીવ્ર બની શકશે. તેમણે કહ્યું છે કે, લેટિન અમેરિકા, ભારત અને દક્ષિણ આફ્રિકા જેવા ઉભરતા બજાર વિતેલા વર્ષોમાં ટેકનોલોજી ઉપર ખર્ચના મામલે પાછળ રહ્યા છે. એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે, નવા દોરમાં બિઝનેસમાં વધારો થશે. ગયા વર્ષે ટીસીએસ દ્વારા બિઝનેસ ચારની શરૂઆત કરવામાં આવી હતી. હાલના વર્ષોમાં માર્કેટ મૂડીની દ્રષ્ટિએ પણ ટીસીએસની સ્થિતિ મજબૂત બની રહી છે.

 કંપનીઓની જુદી જુદી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટીસીએસની આવકમાં અમેરિકાની હિસ્સેદારી ૫૩ ટકા અને યુરોપની હિસ્સેદારી ૨૯.૭ ટકા રહેલી છે જ્યારે ભારતની હિસ્સેદારી માત્ર ૫.૭ ટકા છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં કંપનીનો નફો ૩૧૫૬૨ કરોડ રહ્યો હતો જ્યારે આવક ૧.૪૬ લાખ કરોડ રૂપિયા રહી હતી.

(12:00 am IST)