મુખ્ય સમાચાર
News of Monday, 20th May 2019

કોંગ્રેસ શાસિત છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીમાં મોદી છવાયા : ભાજપ તરફી માહોલ

વિધાનસભા ચૂંટણીમાં પછડાટ બાદ લોકસભા ચૂંટણીમાં ભાજપની જબરી વાપસી

નવી દિલ્હી :લોકસભા ચૂંટણીમાં અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થતા એક્ઝિટ પોલ જાહેર થવા લાગ્યા છે જેમાં કોંગ્રેસ સાશિત ત્રણેય રાજ્યોમાં ભાજપ તરફી માહોલ હોવાનું તારણ નીકળ્યું છે તાજેતરમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો પરાજય થયા બાદ લોકસભાની ચૂંટણીમાં લોકોએ ભાજપમાં ફરી વિશ્વાસ મુક્યો છે

  એક્ઝિટ પોલમાં સૌથી પહેલા મધ્ય પ્રદેશમાં 29 સીટમાંથી ભાજપને 26માંથી 28 સીટ મળી રહી છે જ્યારે કોંગ્રેસ 1-3 સીટ જ જીતતી જણાઈ રહી છે. ત્યારે વિધાનસભામાં કોંગ્રેસે ભલે બાજી મારી લીધી હોય પણ લોકસભામાં મધ્ય પ્રદેશ કોંગ્રેસને ઝાટકો આપી રહ્યું હોય તેવું એક્ઝિટ પોલના આંકડાઓ પરથી જાણી શકાય છે

   છત્તીસગઢની 11 સીટમાંથી ભાજપને 7-8 સીટ મળતી જણાઈ રહી છે જ્યારે કોંગ્રેસને 3-4 સીટ મળતી જણાઈ રહી છે. એક્ઝિટ પોલ મુજબ અહીં બીએસપીને સૌથી મોટો ઝાટકો લાગી રહ્યો છે, બીએસપી અહીં એકપણ સીટ નથી જીતી રહી.

 રાજસ્થાનની વિધાનસભાથી એકદમ વિપરિત લોકસભામાં રાજસ્થાનીઓ કમળનો સાથ આપતા હોવાનું જણાઈ રહ્યું છે. રાજ્થાનની 25 સીટમાંથી ભાજપને 23માંથી 25 સીટ મળતી હોવાનું જણાઈ રહ્યં છે જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસને 0-2 સીટ જ મળતી જણાઈ રહી છે.

(12:00 am IST)