મુખ્ય સમાચાર
News of Monday, 20th May 2019

કેન્દ્રમાં ભાજપના નેતૃત્વમાં ફરીથી મોદી સરકાર :મોટાભાગના એક્ઝિટ પોલનું તારણ

ટાઉમ્સ નાઉ - વીએમઆર, ટુડેઝ ચાણક્ય , રિપબ્લિક-સીવોટર્સ, એબીપી-સીએસડીએસ, ન્યૂઝ 18-આઇપીએસઓએસ, ઇન્ડિયા ટુડે- એક્સીસ, અને ટાઇમ્સ નાઉ - સીએનએક્સ સહિતના એક્ઝિટ પોલ જાહેર

નવી દિલ્હી :સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થતા તમામ એજન્સીઓએ પોતપોતાના એક્ઝિટ પોલ જાહેર કર્યા છે જેમાં કેન્દ્રમાં ભાજપના નેતૃત્વમાં ફરીથી મોદી સરકાર અરૂઢ 2થશે તેવા એક્ઝિટ પોલના પ્રાથમિક તારણ નીકળે છે ચૂંટણી વિશેષજ્ઞોના મતે આ પ્રકારના એક્ઝિટ પોલથી રાજકીય સ્થિતિની સંભાવના અંગે એક આઈડિયા જરૂર મળે છે. વાસ્તવમાં એક્ઝિટ પોલમાં એવું હોય છે કે આ પ્રકારના સર્વે કરનારી એજન્સીઓ મતદારોને પૂછે છે કે તેમણે કોને મત આપ્યો? તે આધાર પર તેઓ પોતાના ચૂંટણી ટ્રેન્ડ/પરિણામોની ભવિષ્યવાણી કરે છે. 

 

એક્ઝિટ પોલ (EXIT POLL 2019)ના પહેલા વલણમાં ટાઉમ્સ નાઉ - વીએમઆર  (TIMES NOW-VMR)એ ભાજપના નેતૃત્વમાં રહેલી એનડીએ સરકારને સ્પષ્ટ બહુમતી મળી રહી હોવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. તેના અનુસાર એનડીએને 306 સીટો મળશે. કોંગ્રેસનાં નેતૃત્વમાં યુપીએને 128 અને યુપીમાં સપા - બસપા મહાગઠબંધનને 40 સીટો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ર્વેમાં અન્યને 87 સીટો મળવાની વાત કરવામાં આવી છે. 84 દિવસ લાંબા સાત તબક્કામાં આયોજીત લોકસભા ચૂંટણી (loksabha elections 2019) સંપન્ને થયા બાદ 23 મેનાં રોજ પરિણામો આવશે. 

 

ચૂંટણી ચર્યાનો વિષય બનેલા તમામ સવાલોનાં જવાબ આજે અલગ અલગ ચેનલ પોતાનાં એક્ઝિક પોલ સર્વે માધ્યમથી આપવાનાં પ્રયાસો કરી રહી છે. તમામ ચેનલોનાં સર્વેનાં આધારે Zee News પોતાનું મહા એક્ઝિટ પોલ રજુ કરશે. ટુડેઝ ચાણક્ય (Today's Chanakya), રિપબ્લિક-સીવોટર્સ (Republic-CVoter), એબીપી-સીએસડીએસ (ABP-CSDS), ન્યૂઝ 18-આઇપીએસઓએસ (News18-IPSOS), ઇન્ડિયા ટુડે- એક્સીસ (India Today-Axis), ટાઇમ્સ નાઉ - સીએનએક્સ (Times Now-CNX), ન્યુઝ એક્સ- નેતા (NewsX-Neta) પોતાનાં એક્ઝીટ પોલ રજુ કરશે.

(12:00 am IST)