મુખ્ય સમાચાર
News of Monday, 20th May 2019

વડાપ્રધાન મોદીની કેદારનાથ યાત્રાનો મામલો ચૂંટણીપંચમાં પહોંચ્યો :ટીએમસીએ કરી ફરિયાદ

મોડલ કોડ ઓફ કંડક્ટ ઉલ્લંઘન માનીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેદારનાથ યાત્રાનો મામલો હવે ચૂંટણી પંચમાં પહોંચી ગયો છે. ચૂંટણી પંચ પાસે આ યાત્રાને મોડલ કોડ ઓફ કંડક્ટ ઉલ્લંઘન માનીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. ટીએમસી ઘ્વારા આરોપો લગાવવામાં આવ્યા છે કે આ યાત્રા ઘ્વારા પીએમ મોદી મતદાતાઓને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યા છે.

તૂણમૂલ કોંગ્રેસને પીએમ મોદીની યાત્રા ખટકી ગઈ છે. પાર્ટીએ ચૂંટણી પંચને પત્ર લખીને તેની ફરિયાદ કરી છે. ટીએમસી ઘ્વારા ચૂંટણી પંચને ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે લોકસભા ચૂંટણી નો છેલ્લા તબક્કાનો પ્રચાર પૂરો થઇ ગયો છે. તેમ છતાં નરેન્દ્રભાઈ  મોદીની કેદારનાથ યાત્રાને મીડિયામાં બે દિવસ કરતા પણ વધારે કવર કરવામાં આવી રહી છે. આ મોડલ કોડ ઓફ કંડક્ટનુ ઉલ્લંઘન છે.

(12:00 am IST)