મુખ્ય સમાચાર
News of Sunday, 20th May 2018

હવે તેલંગાણામાં ભાજપ મોરચો માંડશે : અમિતભાઇ શાહ લેશે રાજ્યની મુલાકાત

કર્ણાટકમાં સરકાર બચાવવામાં નિષ્ફ્ળ ભાજપ હવે તેલંગાણા, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા પર ધ્યાન કેન્દ્રીત કરશે

નવી દિલ્હી :કર્ણાટક બાદ ભાજપની નજર હવે તેલંગાણા પર અટકી છે. તેલંગાણા ભાજપના અધ્યક્ષનું કહેવું છે કે, પાર્ટી ૨૦૧૯માં રાજ્યમાં યોજાનારી ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીની સાથો સાથ જ કરાવવામાં આવશે.

   કર્ણાટક ભાજપના અધ્યક્ષ કે લક્ષ્‍મણે કહ્યું હતું કે, તાજેતરમાં જ દિલ્હીમાં અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે તેલંગાણા પર ધ્યાન કેન્દ્રીય કર્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, જે રાજ્યોમાં ચૂંટણી યોજાવવાની હતી ત્યાં યોજાઈ ગઈ. હવે તેલંગાણા, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. તેમણે કહ્યું કે રાજનૈતિક સ્થિતિ અને ચૂંટણીની યોજનાનો તાગ મેળવવા અમિત શાહ આગામી મહિને તેલંગાણા આવી શકે છે.

(6:08 pm IST)