મુખ્ય સમાચાર
News of Sunday, 20th May 2018

રોયલ વેડિંગઃપ્રિન્સ હેરી અને મેગન માર્કેલ લગ્નના બંધને બંધાયા:સેન્ટ જ્યોર્જ ચેપલમાં ભવ્ય સમારોહ

મહારાણી એલિઝાબેથ અને 600 મહેમાનો લગ્નના સાક્ષી રહ્યાં :પ્રિન્સે શાહી પરંપરા તોડી લગ્નની વીંટી પહેરાવી

લંડનઃ શાહી પરિવારના સભ્ય પ્રિન્સ હેરી અને અમેરિકન એક્ટ્રેસ મેગન માર્કેલ લગ્નના બંધનમાં બંધાયાં હતાં વિન્ડસલ કેસલ સ્થિત સેન્ટ જ્યોર્જ ચેપલમાં આયોજિત ભવ્ય સમારંભમાં પ્રભુતામાં પગલાં પાડ્યા હતા પ્રસંગે મહારાણી એલિઝાબેથ અને 600 મહેમાનો લગ્નના સાક્ષી રહ્યાં હતાં.

 મેગને તેના વચનમાં પતિની આજ્ઞા માનવાનું વચન આપ્યું હતું, જ્યારે પ્રિન્સે શાહી પરંપરા તોડી લગ્નની વીંટી પહેરાવી હતી.

   માર્કેલે બ્રિટિશ ડિઝાઇનર ક્લેયર તથા કેલર દ્વારા ડિઝાઇન કરાયેલા ડ્રેસ અને ક્વીન્સ મેરી ડાયમંડથી જડિત ટાયરા પહેર્યો હતો. લગ્ન બાદ નવદંપતી ડ્યુક અને ડચીસ ઑફ સસેક્સ કહેવાશે, જે ઉપાધિ તેમને તેમનાં દાદી મહારાણી એલિઝાબેથે આપી છે.

   ક્વીન એલિઝાબેથ દ્વિતીય દ્વારા શનિવારે આપવામાં આવેલું ટાઇટલ અત્યાર સુધી માત્ર પ્રિન્સ અગસ્ટસને 1801માં મળ્યું હતું. તે જ્યોર્જ તૃતીય અને ક્વીન શાર્લોટનું સંતાન હતાં. અગસ્ટસે દાસપ્રથા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને કેથલિક તથા યહૂદીઓના હકની વાત કરવાનું કામ કર્યું હતું. બ્રિટનના શાહી પરિવારનાં સંતાનોનેડ્યૂક, માર્કી, અર્લ, વિકાંટ અને બેરનજેવાં ટાઇટલ મળે છે.

   લગ્નમાં સામેલ થનારી હસ્તીઓમાં હોલિવૂડથી લઈને રમતજગતના લોકો પણ સામેલ થયા હતા. એન્કર ઓપ્રા વિનફ્રે, અભિનેતા જોર્ડ ક્લૂની, ભૂતપૂર્વ ફૂટબોલર ડેવિડ બેકહામ અને તેની પત્ની વિક્ટોરિયા બેકહામ, અભિનેતા સર અલ્ટન જોન પણ સામેલ હતા. લગ્નમાં મેગનના પિતા સ્વાસ્થ્ય કારણોને લીધે હાજરી આપી શક્યા નહોતા. સિવાય બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ શાહી લગ્નમાં હાજર રહી હતી.

 

(12:00 am IST)