મુખ્ય સમાચાર
News of Tuesday, 20th April 2021

ભારતમાં કોરોનાથી મોત મામલે વિશ્વમાં કમનસીબે પ્રથમ ક્રમે : બ્રાઝિલ બીજા અને અમેરિકા ત્રીજા ક્રમે

ભારતમાં મોતને ભેટનાર દર્દીઓની સંખ્યા 1.80 લાખને પાર થઈ ગઈ

નવી દિલ્હી : ભારતમાં કોરોનાથી 1 લાખ 80 હજાર 550 લોકોના મોત થઈ જતા વિશ્વમાં પ્રથમ ક્રમે રહ્યું છે તો બ્રાઝિલ બીજા અને અમેરિકા ત્રીજા ક્રમે આવતા ભારતની સ્થિતિ વધુ ભયાનક મનાઈ રહી છે.સમગ્ર દુનિયામાં હવે કોરોના માં મોત ને ભેટનારા લોકો ના આંકડા માં ભારત કમનસીબે પ્રથમ ક્રમે આવી ગયું છે.ભારત હવે સૌથી વધુ કોરોના ગ્રસ્ત દેશ તરીકે વિશ્વ માં ટોપ ઉપર આવી ગયો છે.

સોમવારે સતત ત્રીજા દિવસે 2.50 લાખથી વધુ નવા દર્દીઓ મળી આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2 લાખ 56 હજાર 828 લોકો પોઝિટિવ મળ્યા હતા.
જોકે, કોરોના સંક્રમણને કારણે ભારતમાં મોતને ભેટનાર દર્દીઓની સંખ્યા 1.80 લાખને પાર થઈ ગઈ છે. અત્યારસુધી 1 લાખ 80 હજાર 550 લોકોએ જીવ ગુમાવ્યો છે. દરરોજ મૃત્યુના કિસ્સામાં ભારત ફરી એક વખત ટોપ પર પહોંચી ગયું છે. બ્રાઝિલ બીજા નંબરે અને અમેરિકા ત્રીજા સ્થાને છે. બ્રાઝિલમાં દરરોજ આશરે 1,500 લોકોનાં મોત થઈ રહ્યાં છે, જ્યારે અમેરિકામાં આ આંકડો 400-600ની વચ્ચે રહે છે. ભારતમાં સોમવારે 1,757 દર્દીનાં મોત થયાં હતાં.

સોમવારે દેશનાં 10 રાજ્યમાં 78.37% એટલે કે 2.01 લાખથી વધુ દર્દીઓ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 58,924 પોઝિટિવ મળ્યા હતા. ઉત્તરપ્રદેશમાં 28,211, દિલ્હીમાં 23,686, કર્ણાટકમાં 15,785, કેરળમાં 13,644, છત્તીસગઢમાં 13,834, મધ્યપ્રદેશમાં 12,897, તામિલનાડુમાં 10,941, રાજસ્થાનમાં 11,967, ગુજરાતમાં 11,403 કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. જોકે, વાસ્તવિકતા આ સરકારી આંકડાઓ થી પણ વધુ ભયાનક છે જે માત્ર સ્મશાનો માં લાગેલી લાંબી લાઈનો ઉપર થી સ્પષ્ટ થઈ રહ્યું છે.

(11:56 am IST)