મુખ્ય સમાચાર
News of Tuesday, 20th April 2021

રાષ્‍ટ્રીય સ્‍તરે ૧ મહિનાના ‘લોકડાઉન'થી જીડીપીમાં થઇ શકે છે ૨ ટકાનું નુકસાન

બ્રોકરેજ કંપનીએ ધરી લાલબત્તી

મુંબઇ,તા. ૨૦: અમેરિકાની  બ્રોકરેજ કંપની બોફા સિક્‍યુરિટિઝ એ સોમવારે સાવધ કરતા કહ્યું કે ભારતમાં જો રાષ્ટ્રીય સ્‍તર પર એક મહિનાનું લોકડાઉન લાગે તો જીડીપીમાં ૨ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.

બ્રોકરેજ કંપની  બોફા સિક્‍યુરિટિઝે આશા વ્‍યક્‍ત કરી છે કે કોરોના મહામારીને ફેલાતી રોકવા માટે સ્‍થાનિક સ્‍તર પર જ લોકડાઉન લગાવવામાં આવશે. બોફા સિક્‍યુરિટિઝના એનાલિસ્‍ટ્‍સે પોતાના રિપોર્ટમાં કહ્યું કે એક મહિના પહેલા કોરોનાના ૩૫૦૦૦ કેસ હતા જે હવે સાત ગણા વધીને દૈનિક ૨.૬૧ લાખથી વધુ થઈ ગયા છે.

રિપોર્ટ મુજબ ‘એ જોવા જેવી વાત છે કે શું કોરોનાની બીજી લહેર રાષ્ટ્રીય સ્‍તર પર લોકડાઉન વગર ખતમ થશે. જો એક મહિના માટે પણ રાષ્ટ્રીય સ્‍તર પર લોકડાઉન લગાવવામાંઆવે તો જીડીપીને એક થી બે ટકા જેટલું નુકસાન થઈ શકે છે.'

તેમાં કહેવાયું છે કે હાઈ ઈકોનોમિક કોસ્‍ટને જોતા અનુમાન છે કે કેન્‍દ્ર અને રાજય સરકારો કોવિડ-૧૯ના રોકથામ સંબંધિત નિયમો જેમ કે માસ્‍ક પહેરવું, સોશિયલ ડિસ્‍ટન્‍સિંગનવું પાલન કરવું વગેરેને કડકાઈથી લાગુ કરીને, નાઈટ કફ્‌ર્યૂ, અને સ્‍થાનિક સ્‍તર પર લોકડાઉન દ્વારા તેના પર અંકુશ લગાવવાનો પ્રયત્‍ન કરશે.

 

(10:58 am IST)