મુખ્ય સમાચાર
News of Tuesday, 20th April 2021

ભારતથી આવનારા લોકો પર બ્રિટને લગાવી રોક : રેડ લિસ્ટમાં સામેલ કરતા પ્રવેશવા પર પ્રતિબંધ

ભારતથી આવનારા લોકો પર આ પ્રતિબંધ સોમવારથી લાગું થશે

નવી દિલ્હી : બ્રિટને ભારતથી આવનારા લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે. જે દેશોમાં કોરોનાની મહામારી વધારે ફેલાયેલી છે, તે દેશો માટે બ્રિટન સરકારે લાલ કેટેગરી બનાવી છે અને ત્યાંથી આવનારા લોકોને બ્રિટનમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવી નથી.

સોમવારે બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મેટ હૈનકોકે આ રેડ લિસ્ટમાં ભારતને પણ સામેલ કરવાની જાહેરાત કરી દીધી છે.તેમને કહ્યું કે, ભારતથી આવનારા લોકો પર આ પ્રતિબંધ સોમવારથી લાગું થશે.

ભારતમાં પ્રતિદિવસ અઢી લાખથી વધારે નવા કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. જ્યારે એક હજારથી વધારે લોકો પ્રતિદિવસ કોરોના સંક્રમિત થઈને મરી રહ્યાં છે. તેવામાં દેશભરમાં વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે. ભારત સરકાર પણ લાચાર બની ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે.

(12:00 am IST)