મુખ્ય સમાચાર
News of Saturday, 20th April 2019

આતંકવાદ અને કટ્ટરપંથી તાકાતોને ઉખાડી ફેંકવા સંઘ પ્રતિબદ્ધ :મોહન ભાગવતજી

કિશ્તવાડમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલ સંઘ નેતા ચંદ્રકાન્ત શર્માને આપી શ્રદ્ધાંજલિ

 

નાગપુર :રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ( આરએસએસ )ના પ્રમુખ મોહન ભગવતજીએ કહ્યું કે આતંકવાદી અને કટ્ટરપંથીને ઉખાડી ફેંકવા માટે સંઘ કામ કરવું યથાવત રાખશે

  ભાગવતે ટ્વીટર પર આરએસએસ નેતા ચંદ્રકાન્ત શર્માને શ્રદ્ધાંજલિ આપી હતી,જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં નવ એપ્રિલે આતંકી હુમલા બાદ ચંદ્રકાન્ત શર્માનું મૃત્યુ થયું હતું

  ભાગવતે આરએસએસના ટ્વીટર એકાઉન્ટ પર એક સંદેશમાં કહ્યું કે દુઃખની ઘડીમાં અમે સંકલ્પ કરી છીએ કે તેના બલિદાનને વ્યર્થ નહીં જવા દઈએ,બમણી ગતિથી કામ કરતા કરતા અમે આતંકવાદ અને કટ્ટરપંથી જેવી દેશ વિરોધી તાકાતોને ભૂમિમાંથી ઉખાડી ફેકશું

(12:47 am IST)