મુખ્ય સમાચાર
News of Saturday, 20th April 2019

ત્રીજા તબક્કાના મતદાન પૂર્વે આવકવેરા વિભાગ દ્વારા કર્ણાટક અને ગોવામાંથી ચાર કરોડથી વધુ રોકડ જપ્ત

કારના વધારાના ટાયરમાં 2,30 કરોડ ઝડપાયા ;કાર શિવમોગ્ગાથી બેંગ્લુરુ જતી હતી :તમામ નોટ બે હજારની હતી

 

 નવી દિલ્હી ;લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા આવકવેરા વિભાગે કર્ણાટક અને ગોવામાંથી ચાર કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરી છેએક જગ્યાએ એક વ્યક્તિને રોક્યો તે 2,30 કરોડની રોકડ રકમ તેની કારના વધારાના ટાયરમાં ભરીને લઇ જઈ રહયો હતો કાર શિવમોગ્ગાથી બેંગ્લુરુ લઇ જઈ રહયો હતો તમામ નોટ બે હજારની હતી

   લોકસભા ચૂંટણીને લઈને ત્રીજા તબક્કાનું મતદાન 23મીએ થનાર છે કર્ણાટકની 14 લોકસભા સીટનું મતદાન થનાર છે જયારે ગોવામાં 23મીએ બે લોકસભા બેઠકનું મતદાન થશે.

(12:32 am IST)