મુખ્ય સમાચાર
News of Saturday, 20th April 2019

કોલકતા-બેંગ્લોર મેચમાં સટ્ટાબાજી કરતા ૭ લોકોની ધરપકડ

કોલકતા નાઇટ રાઇડર્સ  અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મેચમાં શુક્રવારના સટ્ટાબાજીમા સામેલ ૭ લોકોની એંટી રાઉડી સ્કવોડ અને ડિટેકટીવ ડિપાર્ટમેન્ટએ ઇડન ગાર્ડનમા ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલ આ લોકો પાસેથી ૧૪ મોબાઇલ  અને સટ્ટાબાજીનુ એક ઉપકરણ જપ્ત કરવામાં આવ્યુ છે. આ મામલો કોલકતા મેદાન પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે.

(9:59 pm IST)