મુખ્ય સમાચાર
News of Saturday, 20th April 2019

ચૂંટણી દરમ્યાન રેકોર્ડ બ્રેક ૫૨ હજાર કિલો નશીલી દવાઓ જપ્ત

તપાસ એજન્સીઓએ ૨૬૬ કરોડથી વધુનો માલ પકડ્યોઃ અત્યાર સુધીમાં કુલ ૬૯૭.૬૪ કરોડની રોકડ રકમ જપ્ત

નવી દિલ્હી, તા.૨૦: સુરક્ષા એજેન્સીઓએ ગઈ ચૂંટણીના મુકાબલે ૨૦૧૯ની  લોકસભા ચૂંટણીમાં શરાબ, રિશ્વત, અને નશીલી દવાઓ વિરુદ્ઘ જે અભિયાન છેડવામાં આવ્યું છે. તેના ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે.

આંકડા એવા છે કે છેલ્લા તમામ ચૂંટણીના રેકોર્ડ તુટી ગયા છે. ચૂંટણી દોરમાં ૫૨ હજાર કિલો નશીલી દવાઓ પકડવામાં આવી છે જેની કુલ કિંમત ૧૧૫૨ કરોડ રૂપિયા માનવામાં આવી રહ્યા છે. બીજી બાજુ ૨૧૯ કરોડ રૂપિયાની કિંમતની ૧૪૩ લાખ લીટર શરાબ પણ જપ્ત કરવામાં આવી. ચૂંટણી પાંચ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં અત્યારસુધી કુલ ૨૬૩૩ કરોડ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલના આંકડામાં લોકસભા ચૂંટણીના અંદાજે બે ચરણ સુધીના જ છે.હજુ દેશમાં પાંચ ચરણોની ચૂંટણી બાકી છે. હજુ દેશમાં પાંચ ચરણોની ચૂંટણી બાકી છે. જ઼પ્તના આંકડાની ગતિ જોઈને જાણકાર અંદાજ લગાવી રહ્યા ચ એકે ચૂંટણી ખતમ થવાની સાથે જ આ આંકડા ખુબજ વધુ હોય શકે છે.

આ ચૂંટણીમાં કુલ ૬૯૭.૬૪ કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી ચુકી છે. ૫૧૨ કરોડ રૂપિયાથી વધુનું સોનુ અને અન્ય બહુમૂલ્ય ધાતુઓ પણ સીઝ કરવામાં આવી છે.દેશની રાજધાની દિલ્હીમાં જપ્ત કરવામાં આવેલી રોકડ રકમનો અત્યંત ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. આંકડામાં સૌથી વધુ ૨૦૮ કરોડ રૂપિયા રોકડ તામિલનાડુમાં પકડવામાં આવી છે. જયાં ગઈ ચૂંટણીમાં ૪૦.૫ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.

ચોંકાવનારા આંકડા

આ ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવીઃ ૩૩ કરોડ રૂપિયા તો પેલા બેઙ્ગ ચરણમાં જ દિલ્હીમાંથી જપ્ત કરવામાં આવ્યાઃ સૌથી વધુ ડ્રગ્સ ગુજરાતમાંથી જપ્ત કરવામાં આવ્યાઃ સોનુ સૌથી વધુ દક્ષિણી રાજયમાંથી જપ્ત કરવામાં આવ્યુઃ યુપીમાં સૌથી વધુ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે

(3:44 pm IST)