મુખ્ય સમાચાર
News of Saturday, 20th April 2019

લાલૂ પ્રસાદ યાદવ પર જેલમાં ટિકિટ વહેંચવાનો આરોપ :જેડીયુએ ચૂંટણી પંચમાં નોંધાવી ફરિયાદ

RJDના દરેક ઉમેદવારોના ઉમેદવારી પત્રક રદ કરવાની માંગણી કરી

પટના :જનતા દળ યુનાઈટેડ (JDU)એ આરોપ લગાવ્યો છે કે, RJD અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ જેલથી તેમની પાર્ટીના ઉમેદવારોને ટિકિટ આપી રહ્યા છે. જેડીયુએ આ મામલે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે કે, RJDના દરેક ઉમેદવારોના ઉમેદવારી પત્રક રદ કરવાની માંગણી કરી છે.

   JDU પ્રવક્તા નીરજ કુમારે ચૂંટણી પંચને પત્રમાં લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જેલમાં રહીને લાલુ યાદવે તેમના હસ્તાક્ષર સાથે ટિકિટની વહેંચણી કરી છે. તો તે માટે તેમણે કોર્ટમાંથી મંજૂરી લીધી હતી?

 JDUએ લખ્યુ કે, ઘાસચારા કૌભાંડ મામલામાં ભારતીય દંડ સંહિતાની વિભિન્ન ધારાઓ હેઠળ તેઓ જેલમાં બંધ છે, તેઓ એક ક્રિમિલ કેસનાં દોષી છે ન તો કોઇ જન આંદોલનના નેતા છે. હાલમાં સ્વાસ્થ્યના કારણોસર તેમની રિમ્સ, રાંચીના પેઇંગ વોર્ડમાં સારવાર કરવામાં આવી રહી છે.

 જેલ મેન્યુઅલમાં સ્પષ્ટ છે કે માત્ર પરિવારજનો મળવુ જોઇએ અને તે પણ અઠવાડિયામાં એક દિવસ જ, જેના પહેલા પરવાનગી લેવા પડતી હતી. નીરજે કહ્યુ કે, લાલૂએ પોતાના હસ્તાક્ષરથી ટિકિટ વહેંચી છે. જો કોર્ટથી અદાલતમાંથી પરવાનગી ના લેવામાં આવી તો લાલૂ દ્વારા વહેંચવામાં આવેલી ટિકિટ પર ચૂંટણી લડી રહેલી ઉમેદવારોના નામાંકનને અવૈધિત જાહેર કરવામાં આવી શકે છે. 

(1:31 pm IST)