મુખ્ય સમાચાર
News of Saturday, 20th April 2019

અમે એવા પીએમ ઇચ્છીએ જે આતંકવાદીઓને ઘરમાં ધુસીને ઠાર મારે: પાકિસ્તાન પર હુમલો કરવા સક્ષમ હોવાથી અમે જોડાણ કર્યું

શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે ગઠબંધન કરવા અંગે મહત્વનું નિવેદન આપ્યું

મુંબઈ :શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે ગઠબંધન કરવા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે . તેમણે જણાવ્યું કે, પાકિસ્તાન પર હુમલો કરવામાં પીએમ મોદી સક્ષમ હોવાના કારણે શિવસેનાએ ભાજપ સાથે લોકસભાની ચૂંટણીમાં જોડાણ કર્યુ. અમે એવા પ્રધાનમંત્રી ઈચ્છતા હતા કે જે આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને ઠાર મારે.

   ઉદ્ધવે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ જમ્મુ કાશ્મીરમા આર્ટિકલ 370નો વિરોધ કરે છે. કોંગ્રેસ દેશના જવાનનું અપમાન કરે છે. કોંગ્રેસ બાદ ઉદ્ધવના નિશાને એઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસી પણ આવ્યા. ઓવૈસી દેશના મુસલમાનોને ભડકાવવાનું કામ કરે છે. જેથી દેશ વિરોધી નેતાઓને લોકસભાની ચૂંટણીમાં જનતા જવાબ આપવાની છે.

 

(1:06 pm IST)