મુખ્ય સમાચાર
News of Friday, 20th April 2018

જબલપુરના 12 વર્ષના આદિત્યે 82 એપ્પ બનાવી : પોતાની ઓનલાઇન 'આદિ 'કંપનીનો માલિક બન્યો

પિતાએ કેલક્યુલેટર માગ્યું તો દીકરાએ તેમને પોતાની બનાવેલી એપ્લિકેશન આપી

 

જબલપુરઃજબલપુરના 12 વર્ષના એક બાળકે અદભુત કૌશલ્યનો પરિચય અપાતા અત્યાર સુધીમાં 82 એપ્પ બનાવી નાખી છે તેના પિતાએ કેલક્યુલેટર માગ્યું તો દીકરાએ તેમને પોતાની બનાવેલી એપ્લિકેશન આપી દીધી, જેથી તે સરળતાથી કેલક્યુલેશન કરી શકે.બહેનને મોબાઈલ પર ગ્રેપી બર્ડ ગેમ રમતા જોઈ તો તેનાથી પણ વધારે સારી ગેમ બનાવીને આપી દીધી. કૌશલ્ય 12 વર્ષના આદિત્ય ચૌબેએ કરી બતાવ્યું છે.

   જબલપુરમાં રહેતા 8માં ધોરણમાં ભણતા આદિત્યએ એત્યાર સુધીમાં 82 એપ્સ બનાવી છે. આદિત્યએ સોશિયલ મુદ્દાઓ પર પણ એપ્સ બનાવી છે માત્ર 9 વર્ષની ઉંમરે એપ ડેવલપ કરી રહેલો આદિત્ય આજે પોતાની ઓનલાઈનઆદિકંપનીનો માલિક છે.આટલું નહીં જે કોમ્પ્યૂટર લેંગ્વેજ વિશે તેણે પહેલા સાંભળ્યું પણ નહોતું, આજે તેનું ટ્યૂશન ભણાવી રહ્યો છે. આદિત્યના પિતા ધર્મેન્દ્ર ચૌબે ફેક્ટરીમાં જૂનિયર વર્ક્સ મેનેજર અને માતા અમિતા પ્રાઈવેટ સ્કૂલમાં સાયન્સ ટીચર છે. આદીની મોટી બહેન 12માં ધોરણમાં અભ્યાસ કરે છે.

  આદિત્યએ જણાવ્યું કે જ્યારે તે 9 વર્ષનો હતો, ત્યારે તેણે લેપટોપ પર રમતા સમયે નોટપેટ પ્લસ-પ્લસ સોફ્ટવેર ડાઉનલોડ કર્યું. નોટપેડમાં તેણે જ્યારે કંઈક લખવાનો પ્રયાસ કર્યો તો તેમાં એરર આવવા લાગી. સેટિંગ પર જઈને જોયું તો જાવા લેંગ્વેજ જોઈ. પછી તેણે જાવા વિશે સર્ચ કર્યું અને તેનું જ્ઞાન લીધું. તેની શીખવાની ધગશના કારણે એક સમયે જે લેંગ્વેજનું નામ તેણે ક્યારેય સાંભળ્યું પણ નહોતું આદિત્ય આજે તે લેંગ્વેજનો એક્સપર્ટ બની ગયો છે.

   આદિત્યએ બનાવેલી 4 એપ્સ ગૂગલ પ્સે સ્ટોર પર છે. તેમાંથી લોકેશન લાઈટ, બેટરી બોડીગાર્ડ, ઓલ ઈન વન ચેટ બુક મુખ્ય છે. તેની રેટિંગ્સ પણ સારી છે. તો વેબસાઈટ આધારિત એપ્ટોઈડ પ્લેટફોર્મ પર ઉપસ્થિતઆદિગ્રામથી લેપટોપ, કોમ્પ્યૂટર પર 30 એપ ડાઉનલોડ કરી શકાય છે.

આદિત્યએ જણાવ્યું કે તેની 48 એપ હજુ ગૂગલ પ્લે સ્ટોર તથી એપ્ટોઈડ પર લોડ થવા માટે વેરિફિકેશન મોડ પર છે. જલ્દી બધી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ હશે.

(9:47 pm IST)