મુખ્ય સમાચાર
News of Friday, 20th April 2018

વધુ બે યુવતીઓએ અલી ઝફર વિરુદ્ધ લગાવ્યા જાતીય સતામણીના આરોપ:ટ્વીટર પર લખ્યા અનુભવો

 

મીશા શફી બાદ વધુ બે યુવતીઓએ પાકિસ્તાની ગાયક અને અભિનેતા અલી ઝફર ઉપર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે બે યુવતીઓ પૈકી એક મેકઅપ આર્ટિસ્ટ લીના ઘાનીએ ટ્વિટર પર Metoo અભિયાન અંતર્ગત લખ્યું હતું કે, હું પણ મારું મૌન તોડું છું. તેના વ્યવહારમાં ચોખ્ખું દેખાય છે કે તે મહિલાઓનું સમ્માન કરતો નથી. સેક્સુઅલ કમેન્ટ્સ અને અયોગ્ય રીતે કોન્ટેક્ટ કરવો કોઇપણ પ્રકારે યોગ્ય ગણાવી શકાય. સમયની યાદો મને આજે પણ ઝકઝોરી રહી છે. જ્યારે અલીએ વિચાર્યું હશે કે તે અભદ્ર વાતો કરીને પણ બચી શકે છે.

  લીના પછી અલીને એક ફેનએ પણ ટ્વિટર ઉપર પોતાના અનુભવ શેર કર્યા હતા. હમના રઝા નામની યુવતીએ લખ્યું હતું કે, તે માત્ર ફેન તરીકે અલી સાથે સેલ્ફી લેવા ઇચ્છતી હતી. અલીએ ઉપર કંઇ કહ્યું. એક હળવી સ્માઇલ આપી હતી. જેનો મતલબ તેમણે હા સમજ્યો. તે અલી પાસે ફોટો પડાવવા ગઇ ત્યારે અલીએ પોતાનો હાથ તેણીની કમર ઉપર રાખી દીધો હતો. હમનાએ લખ્યું હતું કે, વિશે તે કંઇ કહેવા નથી માંગતી.

    એક તરફ જ્યાં પાકિસ્તાની ફિલ્મ ઇંડસ્ટ્રીએ મુદ્દા ઉપર કોઇ એક તરફ હોવાનું યોગ્ય સમજ્યું. બીજી તરફ ઓસમાન ખાલિદ અને માહિરા ખાન જેવી સેલેબ્સએ મુદ્દે ખુલીને વાત કરી હતી. જ્યાં સુધી મીશા શફીની વાત છે તો તેણે આરોપોને અલી ઝફરે ખોટા ઠેરવ્યા છે. તેમણે કહ્યું છે કે પોતે એક પુત્રીનો પિતા છે અને આવું કરતા પહેલાં અનેક વખત વિચારે.

(9:42 pm IST)