મુખ્ય સમાચાર
News of Friday, 20th April 2018

ન્યૂયોર્કથી ડલાસ જતી ફ્લાઈટમાં 32 હજાર ફૂટની ઊંચાઈએ બ્લાસ્ટ :એક મુસાફરનું મોત ;7 ને ઇજા

ડાબા એન્જીનમાં બ્લાસ્ટ થતા બે બારીઓ તૂટી :પ્લેનની અંદર ધુમાડો ફેલાયો

 

અલ્બાની:ન્યુયોર્કથી ડલાસ તરફ જતા ફ્લાઈટમાં 32 હજાર ફૂટની ઉંચાઈએ ડાબા એન્જિનમાં બ્લાસ્ટ થતા એક મુસાફરનું મોત નીપજ્યુ જ્યારે 7 ઈજાગ્રસ્ત થયા હતા બ્લાસ્ટ થતા પ્લેનની બે બારીઓ તૂટી ગઈ અને પ્લેનની અંદર ધૂમાડો આવવા લાગ્યો

 

  પ્લેનમાં જોરદાર ધમાકાથી લાગેલી આગથી લોકો ગભરાઈ ગયા હતા બારી તૂટવાથી વિંડો સીટ પર બેઠેલા મહિલા મુસાફર રિઓરડન ગંભીરરીતે ઘાયલ થયા છે.એન્જિનનો ટુકડો વાગવાથી એક મહિલાનું મોત થઈ ગયુ અને એક અન્ય વ્યક્તિને હાર્ટ એટેક આવી ગયો.હતો 

 

મહિલા પાયલટ ટેમી શુલ્ટ્સે માત્ર 15 મિનિટમાં પ્લેનની ફિલાડેલ્ફિયા એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યુ હતું
  યુએસ નેવીમાં ફાઈટર પાયલટ રહી ચૂકેલી ટેમી F-18 પ્લેન ઉડાડનાર પ્રથમ મહિલા છે. એવી સ્થિતિમાં તેમને સંયમ બનાવી રાખવામાં અને એર ટ્રાફિક કંટ્રોલના ઘટનામાં જાણકારી આપી. જે બાદ તેમણે પ્લેનની લેન્ડિંગ માટે આયોજન કર્યું

એક મહિલા મુસાફરે ટેમીને ફોલાદ જેવી મજબૂત મહિલા ગણાવતા કહ્યું કે આકરી પરિસ્થિતિમાં તેમણે મુસાફરો સાથે વાત કરી અને કહ્યું આપણે સકુશળ લેન્ડિંગ કરીશુ

પ્લેનમાં 5 ક્રૂ મેમ્બર સહિત 149 લોકો સવાર હતા. જેમાંથી 7 ઈજાગ્રસ્ત થયા અને એક મહિલાનું મોત થયુ. 2009 બાદ અમેરિકી એરલાઈન્સની ઘટનાથી થનાર આ પહેલુ મોત છે. ક્રૂ મેમ્બરે ઈજાગ્રસ્ત મુસાફરોને પ્રાથમિક સારવાર પણ આપી છે.

(12:00 am IST)