મુખ્ય સમાચાર
News of Thursday, 19th April 2018

યુરોપિયન યુનિયનનો ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવનો વિરોધ

ચીનમાં યૂરોપિયન યૂનિયનના 28 રાજદૂતોમાંથી 27એ ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિસિએટીવની ટીકા કરી

સ્ટોકહોમ: યુરોપિયન યુનિયનમાં ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવના વિરુદ્ધમાં સુર ઉઠ્યા છે ચીનમાં યૂરોપિયન યૂનિયનના 28 રાજદૂતોમાંથી 27 ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિસિએટીવ (BRI)ની ટિક્કા કરતા કહ્યું કે, તેનાથી મુક્ત વેપાર પર ખરાબ અસર પડશે અને ચીનની કંપનીઓને ગેર વ્યાજબી ફાયદો મળશે.

 

    રાજદૂતો તરફથી તૈયાર કરાયેલા રિપોર્ટમાં કહેવાયું છે કે EUના વેપાર માટે ઉદાર નિયમ બનાવવાના એજન્ડાને BRIથી નુકસાન થશે અને સબિસિડી પ્રાપ્ત કરનારી ચીનની કંપનીઓના પક્ષમાં સ્થિતિ બનશે. જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં યૂરોપના પ્રવાસ પર છે અને તે ભારતને યૂરોપના એક પ્રમુખ સહયોગી તરીકે રજૂ કરી રહ્યા છે. પાછલા દિવસોમાં ભારતે પણ દેશના સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડતાનું કારણ આપીને પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો.

   રિપોર્ટ જુલાઈમાં થનારી EU-ચીન સમિટની તૈયારીઓના ભાગ તરીકે રજૂ કરાઈ છે. યૂરોપિયન કમિશન BRIને લઈને EUની એક સ્પષ્ટ પક્ષ બનાવવા પર કામ કરી રહ્યું છે. ઈકોનોમિક કોરિડોર 65 દેશોમાંથી પસાર થશે. પાછલા વર્ષે મેંમાં પેઈચિંગમાં થયેલી પહેલી સમિટમાં EU ચીન સાથે BRI ટ્રેડ ડોક્યુમેન્ટ પર હસ્તાક્ષર કરવાથી ઈનકાર કરી દીધો હતો.

BRI પર EUના રાજદૂતોની રિપોર્ટમાં હંગેરીના રાજદૂત શામેલ નથી કારણ કે તેમના દેશના BRIથી ફાયદો મળી રહ્યો છે. EUના ઓફિશિયલ્સનું કહેવું છે કે યૂરોપને ચીન સાથે સહયોગ કરવાથી ઈનકાર કરવો જોઈએ અને યૂરોપે પોતાની શરતો રાખવી જોઈએ. ભારતની જેમ યૂરોપમાં પણ BRIને લઈને આશંકાઓ છે.

   ભારતે હાલમાં BRIને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે તેમાં શામેલ ચાઈના- પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરથી ભારતના સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડતાને નુકસાન થશે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, કોઈ પણ દેશ પ્રોજેક્ટને સ્વીકાર કરી શકે જેની સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડતા પર તેમની મુખ્ય ચિંતાઓની અવગણના કરે. અમારું માનવું છે કે કનેક્ટિવિટી સાથે જોડાયેલા પ્રયાસો વૈશ્વિક સ્વીકૃતિવાળા નિયમો, કાયદાનું પાલન, પારદર્શિતા અને સમાનતા પર આધારિત હોવી જોઈએ.

BRI પ્રોજેક્ટ્સ માટે ચીનની કંપનીઓને ફાયદાનો પણ EU વિરોધ કરી રહ્યું છે. EUના અધિકારીઓનું કહેવું છે કે , પ્રોજેક્ટમાં બધા ભાગીદારોના હિતોનું ધ્યાન રાખવું જોઈએ. જર્મનીના માટો બિઝનેસ ગ્રુપ સીમેન્સના CEO, જો કાઈઝરે જાન્યુઆરીમાં વર્લ્ડ ઈકોનોમિક્સ ફોરમમાં કહ્યું હતું કે, ચીનના વન બેલ્ટ વન રોડ પ્રોજે્કટ નવું વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન હશે, પછી તમે તેને પસંદ કરો કે કરો. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પાછલા અઠવાડિયે કહ્યું હતું કે વિદેશના કેટલાક લોકોનો દાવો ખોટો છે કે BRI ચીનનું એક ષડયંત્ર છે.

(1:17 am IST)