મુખ્ય સમાચાર
News of Wednesday, 20th March 2019

યુપી ભાજપમાં મોટો ઝટકો :પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેયના પુત્રવધુ અમૃતા પાંડેય કોંગ્રેસમાં જોડાયા

પિયર પક્ષ કોંગ્રેસી ધરાવતા અમૃતા પાંડેયે કહ્યું હું પ્રિયંકાની આગેવાનીમાં દેશ સેવા કરવા માંગુ છું

 

લખનૌ :યુપીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેયના પુત્રવધુ અમૃતા પાંડેય કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેમણે પોતાનો નિર્ણય હોવાનું જણાવ્યું હતું. તેમણે અંગે જણાવ્યું હતું કે, હું પ્રિયંકાની આગેવાનીમાં દેશ સેવા કરવા માંગુ છું.

યુપી ભાજપના અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેયના પુત્રવધુ અમૃતા પાંડેય કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. કોંગ્રેસમાં સામેલ થતાં યુપીના રાજકારણમાં હડકંપ મચી ગઈ હતી. ભાજપ પરિવારના પુત્રવધુ કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં મોટો ઝટકો લાગ્યો છે.

અમૃતા પાંડેય અંગે કહ્યું હતું કે, મારો પોતાનો નિર્ણય છે. તેઓએ કહ્યું કે, પ્રિયંકા ગાંધી સક્રિય રાજકારણમાં આવ્યા છે. તેના બાદથી તેઓ કૉંગ્રેસમાં જોડાવા માટે આતુર છે, કારણ કે, તેનું પિયર પક્ષકોંગ્રેસી છે અને તેના કારણે, તે કૉંગ્રેસમાં જોડાવામાગે છે અને દેશની સેવા કરીમહિલાઓના ઉત્થાનમાં પ્રિયંકા ગાંધીને ટેકો આપવા માંગે છે.

જયારે તેઓને પૂછવામાં આવ્યું કે, તેઓ દેશ સેવા ભાજપમાં રહીને પણ કરી શકતી હતી. તો બાબતે તેઓએ જણાવ્યું કે, તે નથી ઈચ્છતી કે સસરા પક્ષ પર પરીવારવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગે. અમૃતા પાંડેયનું કહેવું છે કે, તેઓના નિર્ણયમાં તેમનો પરિવાર તેની સાથે છે અને તે તેનો પોતાનો નિર્ણય છે. તે દેશની સેવા કોંગ્રેસ પક્ષ સાથે સંકળાઇને કરવા માંગે છે અને પ્રિયંકાનો સાથ આપીને તેઓને મજબૂત કરવા માંગે છે. કોંગ્રેસ નેતા અજય સિંહ લલ્લુએ અમૃતાને કોંગ્રેસનો દુપટ્ટો આપીને પાર્ટીમાં સામેલ કર્યા હતા

(12:46 am IST)