મુખ્ય સમાચાર
News of Wednesday, 20th March 2019

મની લોન્‍ડરીંગ કેસ માટે EDએ રજુ કરેલો રિપોર્ટ ગેરકાયદે હોવાથી રદ કરોઃ દિલ્‍હી હાઇકોર્ટ સમક્ષ રોબર્ટ વાડ્રાની માંગણી

ન્‍યુદિલ્‍હીઃ રોબર્ટ વાડ્રાએ પોતાના વિરૂધ્‍ધ એન્‍ફોર્સ ડીપાર્ટમેન્‍ટએ દિલ્‍હી હાઇકોર્ટમાં દાખલ કરેલ એન્‍ફોર્સમેન્‍ટ કેસ ઇન્‍ફોર્મેશન રિપોર્ટ (ECIR) ગેરકાયદે ગણાવી તે રદ કરવાની માંગણી કરી છે.

રોબર્ટ વાડ્રા વિરૂધ્‍ધ લંડનમાં ૧.૯ મિલીયન પાઉન્‍ડની પ્રોપર્ટી ખરીદવા મની લોન્‍ડરીંગ કેસ દાખલ કરાયો છે. જે અંગે તેમને વચગાળાના જામીન મળેલા છે. તથા તેઓને અનેકવાર સમન્‍સ પાઠવ્‍યા છતાં હાજર નહીં રહેતા હોવાથી તેમની કસ્‍ટડીમાં પૂછપરછ માટે EDએ માંગણી કરી છે.

જેને તાજેતરમાં ઉત્તર પ્રદેશના કોંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે નિમાયેલા વાડ્રાના પત્‍ની પ્રિયંકા ગાંધીએ રાજકિય કિન્નાખોરી સમાન ગણાવેલ છે.

વાડ્રાના વચગાળાના જામીન અંગેની સૂનાવણી આગામી સપ્તાહમાં થશે તેવું B એન્‍ડ B દ્વારા જાણવા મળે છે.

(7:48 pm IST)