મુખ્ય સમાચાર
News of Wednesday, 20th March 2019

પરિકરના પાર્થિવદેહના વિલીન થયા પહેલા સતારૂપી ખુરશીનો શરમજનક ખેલ શરૂ થયો

ગોવામાં બીજેપી સરકારના ગઠન પર શિવસેનાએ ઉઠાવ્યા સવાલઃ 'સામના'માં કર્યા આકરા પ્રહાર : પર્રિકરની ચિતાની આગને ઠરવા પણ દીધી નહિઃ બકાસુરની સમાન સતાસુરોની હવસ વધવાથી રાતના અંધારામાં જ બધુ જ પુરૂ કરી દેવામાં આવ્યું

મુંબઇઃ શિવસેનાના મુખપત્રમાં સામનામાં ગોવામાં બનેલી બીજેપી સરકાર અને કોંગ્રેસ પક્ષ અંગે નિશાન સાધવામાં આવ્યું છે. સામનામાં લખવામાં આવ્યું છે દિવંગત મનોહર પર્રિકરનું પાર્થિવ શરીર અનંતમાં વિલીનકરણ કરવામાં આવ્યુ઼ છે. પરંતુ તેના શરીરની રાખ ગોમતીની ભુમીમાં વિલીન થયા પહેલા જ સતારૂપી ખુરશીનો શરમજનક ખેલ શરૂ થયો છે.

ગોવાના મુખ્યમંત્રીના રૂપમાં સોમવારની મધ્યમરાત્રીમાં  પ્રમોદ સાવંતે શપથ ગ્રહણ કર્યા લોક તંત્રની આ સ્થિતિદુર્દશા સમાન જ બની છે.

પર્રિકરની ચિતાની આગ ઠંડી થાય ત્યાં સુધી તો રોકાય જવુ જોઇતુ હતું અડધી રાતની  જગ્યાએ મંગળવારે સવારે શપથ ગ્રહણ કર્યા હોત તો ગોવા પર દુઃખનો પહાડ તુટયો હોત? પર્રિકરના નિધનથી પહાડ પહેલાથી જ તુટી ચુકયો છે અને તેના પાર્થિવ શરીર પરઅર્પણ કરેલા પુષ્પો હજી કરમાયા પણ નથી પરંતુ બકાસુરની જેમ સતાસુરોની હવસ વધવાથી રાતના અંધારામાં જ બધુ ખત્મ કરી નાંખ્યું.

સામનામાં બીજેપીએ રાતે સરકાર નિર્માણ કરવાના કારણે કોંગ્રેસ પક્ષને જવાબદાર ગણાવ્યો છે. ગોવામાં આ બધુ રાતોરાત બન્યું હતું. ચાર કલાક સુધી રોકાવામાં કોઇને શું વાંધાજનક હોય શકે. પરંતું કોંગ્રેસની બીકના કારણે આખી રમત સમાપ્ત કરી દેવામંાં આવી.

(4:01 pm IST)