મુખ્ય સમાચાર
News of Wednesday, 20th March 2019

પ્રિયંકા ગાંધીની ગંગા બોટયાત્રાનો આજે અંતિમ દિવસઃ મોદીના ગઢ વારાણસીમાં સમાપન

વારાણસીઃ આજે કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી ગંગા નદીમાં બોટયાત્રાના ત્રીજા અને આખરી દિવસેે આજે વારાણસી પહોંચી રહ્યા હતા. તેમની આ બોટયાત્રાનું સમાપન થયું હતું.પ્રિયંકા ગાંધીના સ્વાગત માટે વારાણસીમાં ભારે તૈયારીઓ કરાયેલ. આજે પ્રિયંકા ગાંધી સંતો-મહંતો અને વકીલોના ઉગ્ર વિરોધ વચ્ચે કાશી વિશ્વનાથનાં દર્શન કરશે. રોડ શો યોજશે અને કાર્યકર્તાઓને સંબોધન કરશે. પ્રિયંકા ગાંધી સૌ પહેલાં વારાણસીના રામનગર પહોંચ્યા  હતા. જયાં પૂર્વ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલી કરી હતી.રામનગરથી બોટ પર સવાર થઇ પ્રિયંકા ગાંધી અસીઘાટ પહોંચેલ. અસીઘાટ ખાતે પ્રિયંકા જૈન સમુદાય અને મહિલાઓ સાથે નાવિક સમુદાયને પણ મળેલ. અસીઘાટથી રવાના થયા બાદ પ્રિયંકા ગાંધી દશાશ્વમેઘઘાટ ગયેલ અને ત્યાંથી પ્રિયંકા ગાંધીએ કાશીવિશ્વનાથ મંદિરમાંં પૂજા-અર્ચન કરીને પોતાના પક્ષના વિજય માટે પ્રાર્થના કરેલ. તેમણે અહિં પણ ગંગા આરતી કરી હતી.

(3:51 pm IST)