મુખ્ય સમાચાર
News of Wednesday, 20th March 2019

RJD સામે કોંગ્રેસ ઝૂકયું : હવે માત્ર ૯ બેઠક પર લડશે?

પટના તા. ૨૦ : બિહાર મહાગઠબંધનમાં બધા જ દળો વચ્ચે સીટોની વહેંચણી અંગે મામલો ફસાયો છે. ગઠબંધન નેતાઓ વચ્ચે સતત ચાલી રહેલી બેઠકો છતાં પણ સીટોની વહેંચણી પર વાત નથી બની રહી. હવે ખબર આવી રહી છે કે રાજદ અને કોંગ્રેસ વચ્ચે સીટોની વહેંચણી ફોર્મ્યુલા નક્કી થઇ ગયો છે. રાજદ નેતા તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીની મુલાકાત પછી આ ડીલ નક્કી થઇ શકે છે. ત્યારપછી સીટોની વહેંચણી અંગે ઘોષણા કરી દેવામાં આવશે. આ પહેલા સોમવારે રાજદે કોંગ્રેસને ૮ સીટો આપવાની વાત કહી હતી.

સૂત્રો ઘ્વારા ખબર આવી રહી છે કે રાજદ બિહારમાં ૧૯ સીટો પર ચૂંટણી લડી શકે છે જયારે કોંગ્રેસ પાસે ૯ સીટો આવી શકે છે, પરંતુ કોંગ્રેસ હજુ એક સીટની ડિમાન્ડ કરી રહી છે. ભાકપા, કન્હૈયા કુમારને બેગુસરાયથી મેદાનમાં ઉતારવા માંગે છે. સૂત્રો અનુસાર સીટ વહેંચણી અનુસાર તેના પર કોઈ ચર્ચા નથી થઇ, પરંતુ ત્યારપછી આ સીટ કન્હૈયા કુમાર માટે છોડવાની સંભાવના પણ છે.

(3:46 pm IST)