મુખ્ય સમાચાર
News of Wednesday, 20th March 2019

રોહતક ગેંગરેપ કેસ : ૭ આરોપીઓને મોતની સજા : ટ્રાયલ કોર્ટના નિર્ણય HCનું સમર્થન

નેપાળી યુવતિનું અપહરણ કરી, ગેંગરેપ ગુજારી, નિર્દયી રીતે મારી નાખવામાં આવેલ

નવી દિલ્હી તા. ૨૦ : પંજાબ હરિયાણા હાઇકોર્ટે ૨૦૧૫માં રોહતકમાં થયેલા ગેંગરેપના સાત આરોપીઓની સજાની સામે અપીલને નકારતા મર્ડર રેફરેન્સ પર તેમની સજાને યથાવત રાખી છે. એટલે કે ૭ આરોપીઓને નીચલી કોર્ટ દ્વારા સુનાવણીમાં ફાંસીની સજા પર હાઇકોર્ટે ચૂકાદો આપ્યો છે. આ મામલે ચર્ચા દરમિયાન હરિયાણા સરકારે આ કેસની સરખામણી દિલ્હીના નિર્ભયા ગેંગ રેપથી કરતા જજમેન્ટની કોપી હાઇકોર્ટમાં દાખલ કરી હતી.

હરિયાણા સરકારે વકીલ દીપક સબરવાલને જણાવ્યું કે હાઇકોર્ટના જસ્ટિસ એ બી ચોધરી પર આધારિત ડિવિઝન બેંચે આ મામલે રેર ઓફ રેરેસ્ટ ગણતા આરોપીઓની મિલકત વેચીને સરકારે ૫૦ લાખ રૂપિયાની વસૂલાત કરવાનો આદેશ આપ્યો છે. તેમાંથી ૨૫ લાખ રૂપિયા મૃતકની બહેનને આપવામાં આવશે અને ૨૫ લાખ રૂપિયા સરકારી ખાતમાં જમા કરાવવામાં આવશે. આ મામલે હરિયાણા સરકાર જુલાઇ મહિનામાં તેનો રિપોર્ટ હાઇકોર્ટમાં આપશે.ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી ૨૦૧૫ના એક નેપાળી યુવતીનું અપહરણ થઇ ગયું હતું. ત્યારબાદ યુવતીની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને બાદમાં ક્રુરતા પુર્વક તેની હત્યા કરી દેવામાં આવી હતી. પીડિતાનો મૃતદેહ પોલીસને ૪ ફેબ્રુઆરીએ બહ અકબરપુરની પાસેથી ખેતરોમાં નગ્ન હાલતમાં મળ્યો હતો. પોલીસ તપાસ બાદ ૮ આરોપીઓને આ મામલે દોષીત જાહેર કરી ધરપકડ કરી હતી. આરોપીઓને રોહતક કોર્ટે ૨૧ ડિસેમ્બર ૨૦૧૫ના ફાંસીની સજા સંભળાવી હતી. તેમાંથી એક આરોપી સોમબીરે દિલ્હીમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. કોર્ટે નેપાળી યુવતીના આ કેસને રેર ઓફ રેરસ્ટ ગણાવ્યો હતો.

(3:49 pm IST)