મુખ્ય સમાચાર
News of Wednesday, 20th March 2019

દુર્યોધન મંદિરમાં ભકતે ચડાવી ૧૦૧ ઓલ્ડ મન્ક દારૂની બોટલો

કોચીન તા ૨૦ :  કેરળના કોલ્લમમાં દુર્યોધન મંદિર આવેલું છે. આ મંદિરમાં લોકો દારૂની બોટલો ચડાવી જાય છે. ગયા શુક્રવારે મંદિરમાં વાર્ષિકોત્સવ હતો. આ પ્રસંગેએક ભકતે ૧૦૧ ઓલ્ડ મન્ક રમની બોટલ ચડાવી હતી. આ અનોખા મંદિરનું નામ છે પોરૂવઝી મલનાડ દુર્યોધન મંદિર. દક્ષિણ ભારતનું  આ એકમાત્ર  એવું મંદિર છે, જયાં દુર્યોધનને ભગવાન માનીને તેની મુર્તિને દારૂની બોટલો ચડાવી શકાય છે. એવી માન્યતા છે કે, આ ગામમાં એકવાર દુર્યોધન આવ્યા હતા અન ેતેમને  બહુજ તરસ લાગી હતી. ગામના એક ઘરે જઇને તેમણે પાણી માંગ્યું તો એના બદલામાં તેમને થોડીક તાડી મળી. એ પીને દુર્યોધન  બહુ  ખુશ થયા હતા.મંદિરના સંચાલકનું કહેવું છે કે ''પહેલા   અહીં  અરક ચડાવવામાં આવતી હતી, પરંતુ એના પર પ્રતિબંધ  લાગતાં દુર્યોધનના મંદિરમાં વિદેશી દારૂ જ ચડાવાય છે. એ ઉપરાઁત લોકો પાન, ચિકન, બકરી અને સિલ્કનું કપડું પર ચઢાવા રૂપે મુકી જાય છે. દરેક ધર્મના લોકો આ મંદિરે આવે  છે  અને દેવતાને  ખુશ  કરવા  ભેટ ચડાવે છે. દુર્યોધનના આ મંદિરની બીજી ખાસિયત એ છે કે અહીં ગર્ભગૃહ નથી, અહીં માત્ર એક ઉંચુ પ્લેટફોર્મ  છ ે જે  ૨૪  કલાક ખુલ્લું રહ ેછે''

(11:51 am IST)