મુખ્ય સમાચાર
News of Wednesday, 20th March 2019

ઈડીની કોર્ટ સમક્ષ માંગણી...રોબર્ટ વાડ્રા તપાસમાં સહકાર નથી આપતાઃ અમારે ધરપકડ કરી પૂછપરછ કરવી છે

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી શકે છે, મની લોન્ડ્રીંગના મામલામાં ઈડીએ દિલ્હીની પટીયાલા હાઉસ કોર્ટના જણાવ્યુ છે કે, રોબર્ટ વાડ્રા તપાસમાં સહકાર નથી આપતા, સાથો સાથ તેણે કહ્યુ છે કે અમે તેની ધરપકડ કરી પૂછપરછ કરવા માંગીએ છીએ, ઈડીએ કોર્ટમાં આ વાત વાડ્રાની વચગાળાની જામીન અરજી પર જવાબમાં જણાવી હતી. કોર્ટે તેમની વચગાળાની જામીન અરજી ૨૫મી સુધી લંબાવી છે

 

(11:33 am IST)