મુખ્ય સમાચાર
News of Wednesday, 20th March 2019

દુનિયાના સૌથી સસ્તા શહેરોમાં ભારતના 3 સિટીનો સમાવેશ

રહેવાની દ્રષ્ટિએ દિલ્હી, ચેન્નાઈ, બેંગલુરું સૌથી સસ્તા: પેરિસ, સિંગાપોર અને હોંગકોંગ દુનિયાના સૌથી મોંઘા શહેરો

 

નવી દિલ્હી :ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યૂનિટના 2019ના કૉસ્ટ ઓફ લિવિંગ સર્વેક્ષણ પ્રમાણે પેરિસ, સિંગાપોર અને હોંગકોંગ દુનિયાના સૌથી મોંઘા શહેરોમાં સામેલ છે જ્યારે, રહેવાની દ્રષ્ટિએ દિલ્હી, ચેન્નાઈ, બેંગલુરું સૌથી સસ્તા શહેરોમાં સામેલ છે.

   સર્વેમાં 133 શહેરોની 150 ચીજવસ્તુઓની કિંમતનું આંકલન કરવામાં આવ્યું. સ્વિત્ઝર્લેન્ડનું ઝ્યુરિખ ચોથા સ્થાન પર છે. જ્યારે કે સ્વિત્ઝર્લેન્ડનું જેનેવા અને જાપાનનું શહેરક ઓસાકા પાંચમા સ્થાન પર છે.

   દક્ષિક કોરિયાનું સિયોલ, ડેનમાર્કનું કોપેનહેગન અને અમેરિકાનું ન્યૂયોર્ક સાતમા સ્થાન પર છે. સૌથી મોંઘા શહેરોમાં 10મા સ્થાન પર અમેરિકાના લૉસ એન્જિલ્સ અને ઈઝરાયલનું તેલ અવીવ છે.

જ્યારે કે દુનિયાના સૌથી સસ્તા શહેરોમાં,કરાકસ (વેનેઝુએલા), દમિશ્ક (સીરિયા), તાશકંદ (ઉઝબેકિસ્તાન), અલમાટી (કઝાકિસ્તાનઃ, કરાંચી (પાકિસ્તાન), લાગોસ (નાઈઝેરિયા), બ્યૂનસ આયર્સ (અર્જેટીના) તેમજ ભારતના બેંગલુરું, ચેન્નાઈ અને દિલ્હી સામેલ છે.

 

(12:00 am IST)