મુખ્ય સમાચાર
News of Wednesday, 20th March 2019

મનોરંજન ક્ષેત્રની 50 સૌથી શક્તિશાળી મહિલાઓમાં બોલીવુડની દેસીગર્લ પ્રિયંકા ચોપડાએ સ્થાન જમાવ્યું

યૂએસએ ટુડેની 'મનોરંજન જગતની 50 સૌથી શક્તિશાળી મહિલાઓ'ની યાદી જાહેર

 

નવી દિલ્હીઃ મનોરંજન ક્ષેત્રની સૌથી શક્તિશાળી 50 મહિલાઓમાં બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાનો સમાવેશ થયો છે તાજેતરમાં પ્રિયંકાના પતિ નિક જોનાસ વિશ્વના સિંગરોમાં પ્રથમ સ્થાને હતો  હવે પ્રિયંકાની સફળતા મળી છે પ્રિયંકાએ  હવે દુનિયામાં એન્ટરટેઇનમેન્ટ સેક્ટરની 50 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન જમાવ્યું છે 

  ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપડા જોનસ યૂએસએ ટુડેની 'મનોરંજન જગતની 50 સૌથી શક્તિશાળી મહિલાઓ'ની યાદીમાં સામેલ થઈ છે પ્રિયંકાએ ઓપરા વિન્ફ્રે અને મેરિલ સ્ટ્રીપ સહિત અન્ય આંતરરાષ્ટ્રીય હસ્તિઓની સાથે યાદીમાં જગ્યા બનાવી છે

  યાદીનો ભાગ બનીને સન્માનિત અનુભવી રહેલી પ્રિયંકાએ એક નિદેનમાં કહ્યું, 'હું અદ્ભુત મહિલાઓની સાથે મંચ પર રહેવાથી સૌભાગ્યશાળી અનુભવી રહી છે જેણે દરેક પડકારોને પાછળ છોડીને પોતાનો એક ખાસ મુકામ બનાવ્યો છે અને આજે પોતે પસંદ કરેલા કરિયરમાં ટોપ પર છે. એક સિદ્ધિની ભાવના છે.'

   પ્રિયંકાએ અમેરિકી ટેલીવિઝન ડ્રામા સિરીઝ 'ક્વાન્ટિકો'માં એલેક્સ પૈરિશની ભૂમિકા ભજવીને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેણે એક્શન-કોમેડી 'બેવોચ'થી 2017માં હોલીવુડમાં પર્દાપણ કર્યું હતું. યાદીમાં ગાયિકા બેયોન્સે, ટેલીવિઝન સ્ટાર એલેન ડીજેનેરસ, ઓસ્કાર વિજેતા જેનિફર લોરેન્સ અને આંતરરાષ્ટ્રીય પોપ ગાયિકા જેનિફર લોપેજ પણ સામેલ છે

(12:00 am IST)